આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ – ૩
મૅરેજ ઑફ ફિગારો
(ઇટાલિયન ઑપેરા)
પાત્રો:
| કાઉન્ટ અલ્માવીવા | બેરિટોન |
| કાઉન્ટેસ (એની પત્ની) | સોપ્રાનો |
| સુસાના (એની નોકરાણી) | સોપ્રાનો |
| ફિગારો (કાઉન્ટનો યુવાન નોકર) | બાસ |
| ચેરુબિનો (કાઉન્ટનો તેર વરસનો નોકર) | સોપ્રાનો |
| માર્સેલિના (કાઉન્ટેસની ઘરડી આયા) | મેત્ઝો સોપ્રાનો |
| ડૉન બાર્તાલો (સેવિલે નગરનો ડોક્ટર) | બાસ |
| ડૉન બેઝિલિયો (સંગીત શિક્ષક) | ટેનર |
| ડૉન કુર્ઝિયો (વકીલ) | ટેનર |
| એન્તોનિયો (કાઉન્ટનો માળી) | બાસ |
| બાર્બેરિના (માળીની બાર વરસની પુત્રી) | સોપ્રાનો |
સ્થળ :
સ્પેનના સેવિલે નગરથી થોડેક જ દૂર કાઉન્ટનો એગુસ-ફેકાસ કિલ્લો.
અંક - 1
કાઉન્ટના કિલ્લામાં ફિગારોનાં સુસાના સાથે લગ્ન લેવાવાનાં છે. પડદો ઊપડે છે ત્યારે લગ્ન પછી આ યુગલને જે ઓરડો મળવાનો છે તેને ફિગારો માપી રહ્યો છે અને સુસાના નવી હેટ પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. પણ પોતાને ફાળવેલો ઓરડો કાઉન્ટના
૮૪