પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
મોત્સાર્ટ અને બીથોવન
 


મૂકે છે. ફિગારો પ્રવેશીને કાઉન્ટને ઈર્ષ્યા થાય એ માટેની એક યોજના કાઉન્ટેસ સમક્ષ રજૂ કરે છે : કાઉન્ટેસને પૂછ્યા વગર જ એણે કાઉન્ટને એક ચિઠ્ઠી આપી હતી; કાઉન્ટેસ કોઈ પુરુષ સાથે ગુપ્ત મિલન કરવા ચાહે છે એવા અછડતા ઉલ્લેખવાળી એ ચિઠ્ઠી સહી વગરની હતી. બીજી બાજુ સુસાના કાઉન્ટ સાથે ગુપ્ત મિલન કરવા માટેની દરખાસ્ત સ્વીકાર કરવાનો ઢોંગ કરે છે; પણ પોતાને સ્થાને પોતાનાં કપડાંમાં ત્યાં ચેરુબિનોને ગોઠવવાનું નક્કી કરે છે. ચેરુબિનોને કેવી રીતે શણગારવો તેની ગડમથલમાં સુસાના અને કાઉન્ટેસ પડ્યાં હોય છે. એ માટે એક સારો ડ્રેસ લઈ આવવા સુસાના સ્ટેજ બહાર જાય છે ત્યાં જ બારણે ટકોરા પડે છે તેથી કાઉન્ટેસ ચેરુબિનોને તરત બાજુના રૂમમાં ધકેલી દઈને એને બારણે તાળું મારી દે છે, પછી પોતાના રૂમનો આગળો ખોલે છે તો કાઉન્ટ પ્રવેશે છે. અનામી પત્રથી ધૂંધવાયેલા કાઉન્ટનો શક અત્યારે બારણું ખોલવામાં કાઉન્ટેસે કરેલી વારને કારણે મજબૂત બને છે. એ પૂછે છે કે તાળું મારેલા બાજુના ઓરડામાં કોણ છે ? કાઉન્ટેસ કહે છે કે સુસાના છે પણ કાઉન્ટ માનવા તૈયાર નથી. ત્યાં જ એ બાજુના ઓરડામાંથી ખુરશી ગબડી પડવાનો અવાજ આવતાં એનો શક ઓર મજબૂત બને છે. કાઉન્ટેસ ફરી કહે છે કે અંદર સુસાના છે પણ એ માનવા તૈયાર નથી. બારણું ખોલવું ના પડે એ માટે કાઉન્ટેસ બહાનું કાઢે છે કે ચાવી અબી હાલ ખોવાઈ ગઈ. કિલ્લા આખાના નોકરો સમક્ષ તમાશો નહિ કરવા ઇચ્છતો કાઉન્ટ તાળું તોડવાની હથોડી જાતે જ શોધવા બહાર જાય છે અને હથોડી લઈ આવીને તાળું તોડે છે તો અંદરથી સાચે જ સુસાનાને નીકળતી જોઈને આશ્ચર્યથી ડઘાઈ જાય છે. બંધ ઓરડાની બારીમાંથી ચેરુબિનો ભાગેલો અને એમાંથી આવીને સુસાના ત્યાં ગોઠવાઈ ગયેલી. ત્યાં જ હાથમાં ફૂલોના છોડનું તૂટેલું કૂંડું પકડીને માળી એન્તોનિયો પ્રવેશે છે અને કાઉન્ટને ફરિયાદ કરે છે કે, “હવે તો