પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૯૫
 


અબૂ અલી હસન ઇબ્ને અલ હિશામ
(જ. ૯૬પ બસરા, ઈરાક, મૃ. ૧૦૪૦ કેરો, ઈજીપ્ત)

અબૂ અલી હસન ઇબ્ને અલ હિશામ મહાન ભૌતિકશાસ્ત્રીઓમાંથી એક ગણાય છે જેમનું પ્રકાશ વિજ્ઞાન (optics) માં અનોખું યોગદાન છે. અલ હિશામ પશ્ચિમી જગતમાં છઙ્મરટ્ઠડીહ ના નામે પ્રસિદ્ધ છે. ઈ.સ. ૯૬૫માં બસરા (ઈરાક)માં જન્મ્યા અને બસરા તથા બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. એ પછી ઈજીપ્ત ગયા જ્યાં નાઈલ નદીના પૂરને કાબૂમાં રાખવા માટેની યોજના વિશે કામ સોપવામાં આવ્યું. આ કાર્યમાં સફળ ન થતાં ઈબ્ને હિશામ એ સમયના ખલીફા અલ હાકિમની બીકે ઘરમાં જ રહેતા હતા. અલ હકિમના મૃત્યુ પર્યંત તેમણે એવી રીતે જ સમય પસાર કર્યો. એમણે સ્પેનની યાત્રા કરી અને આ સમયગાળા દરમિયાન પોતાના વૈજ્ઞાનિક કાર્યો માટે પુષ્કળ સમય મળ્યો. પ્રકાશવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના વિકાસ જેવી બાબતોમાં અભ્યાસ કર્યો અને દરેકમાં મહત્વનું યોગદાન આપ્યું.

એમણે પ્રકાશને વિવિધ માધ્યમોમાંથી પસાર કરી અવલોકન કર્યાં અને પ્રકાશના પ્રત્યાવર્તન (refraction)ના સિદ્ધાંતો શોધી કાઢ્યા. એમણે જ સૌ પ્રથમ પ્રકાશના કિરણોમાંથી રંગો કેવી રીતે છુટા પડે છે એનો પ્રયોગ કર્યો. એમનું સૌથી મહત્વનું કાર્ય ‘કિતાબ અલ મનાઝિર' મધ્યયુગમાં લેટીન ભાષામાં અનુવાદિત થયુ હતું. આ પુસ્તકમાં તેમણે પ્રકાશ, પડછાયા. eclipses (ગ્રહણ), મેઘ ધનુષ્ય, અને પ્રકાશના ભૌતિક ગુણધર્મો જેવી બાબતોની ચર્ચા કરી છે. તેઓ સૌ પ્રથમ વિજ્ઞાની હતા જેમણે ચોકસાઈ પૂર્વક જણાવ્યું કે 'પ્રકાશના સ્ત્રોત અને બહિર્ગોળ દર્પણ હોય તો દર્પણ ઉપર નું બિંદુ કે જ્યાં પ્રકાશ પડે છે એ શોધીએ તો જોનારની આંખમાં પરાવર્તન થાય છે' આ પ્રકાશશાસ્ત્રમાં AIhazen (અલ હિશામ)નો સિદ્ધાંત ગણાય છે. ‘કિતાબ અલ મનાઝિર' પશ્ચિમના વૈજ્ઞાનિકોના કાર્ય ઉપર ખૂબ મોટો પ્રભાવ પડ્યો હતો. દા.ત. રોજર બૅકન અને કેપ્લર.

અલ હિશામે 'મિઝાન અલ હિકમત'માં વાતાવરણની ઘનતાની ચર્ચા કરી છે અને વાતાવરણની ઊંચાઈ શોધવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ઈબ્ને હિશામે પ્રકાશ કિરણના પ્રત્યાવર્તન દ્વારા એ જણાવ્યું કે વાતાવરણની ઊંચાઈ કે ઊંડાઈ લગભગ ૧૫ કિમી છે. ઉષાના સંધ્યા કાળના આછા અજવાળા વિશે પણ એમણે પ્રત્યાવર્તન