પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

યુરોપની ઘણી બધી યુનિવર્સિટીઓમાં આ ગ્રંથ લગભગ અઢારમી સદી સુધી ભણાવવામાં આવતું રહ્યું હતું. ઇબ્ને સીનાની મહત્ત્વની રચનાઓનો ઉલ્લેખ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

૧. કિતાબુલ મજમૂઆ - કાવ્ય અને છંદશાસ્ત્ર વિષે.

૨. કિતાબુલ હાસિલ - ધર્મશાસ્ત્ર અને સૂફીવાદ વિષે વિવરણ ૨૦ ભાગમાં

૩. કિતાબુલ બરવલાતમ - શિષ્ટાચાર બાબતે શ્રેષ્ઠ ગ્રંથ બે ભાગમાં

૪. કિતાબુશશીફા - ફિલસૂફી, કિમીયાગીરી વિશે અઢાર ભાગમાં.

૫. કિતાબ અલ કાનૂન ફી તિબ - તબીબીશાસ્ત્ર અને શરીરના વિવરણ વિશે ચૌદ ભાગમાં.

૬. કિતાબ અલ અદહાર અલ કલીયહ – ફિલસૂફીના જ્ઞાન વિશે

૭. કિતાબુલ ઈન્સાફ - ૨૦ ભાગમાં

૮. કિતાબુનનજાત - ધર્મશાસ્ત્ર વિશે ૩ ભાગમાં

૯. કિતાબુલ હિદાયા - ઇસ્લામ વિશે

૧૦. કિતાબુલ ઇશારાત વ તમ્બીહાત

૧૧. કિતાબુલ મુખ્તસર અલ અવસત

૧૨. કિતાબ દાનિશ માં બઈલાઈ

૧૩. કિતાબુલ કુલન્જ - આંતરડાના દર્દ (એપેન્ડીક્ષ)નું સંશોધન અને ઇલાજ

૧૪. કિતાબ લિસાનુલ અરબ - અરબી ભાષા વિશે ૨૦ ભાગમાં

૧૫. કિતાબુલ અદવીયહ અલ કલ્બીયહ – હૃદયના રોગો વિશે

૧૬. કિતાબ અલ મોજઝઅલ કબીર - તર્કશાસ્ત્ર વિશે

૧૭. કિતાબ નકશ અલ હિકમત અલ મશરીકિયહ

૧૮. કિતાબ બયાન અકૂસ ઝવાત અલ જે હતહ

૧૯. કિતાબુલ મ્આદ

૨૦. કિતાબુલ મબ્દા વલ મ્આદ