પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૦૭
 

વિશ્વવિદ્યાલયોમાં ફિલસૂફીના પાઠયપુસ્તક તરીકે ઘણી સદીઓ સુધી ભણાવવામાં આવતું રહ્યું, અને હજી પણ મધ્યપૂર્વના કેટલાક વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવે છે. 'કિતાબ અલ ઇલ્હાસા અલ ઊલૂમ'માં વિજ્ઞાનના શિષ્ટ અને મૂળભૂત સિદ્ધાંતોને અનોખા તથા ઉપયોગી અંદાજમાં રજૂ કરવામાં આવ્યાં છે. 'અરા અહલુલ મદીના અલ ફદીલા' (આદર્શનગર) એ સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાં મહત્વની રચના છે. અલકેમીમાં ‘The necessity of the art of Elixir' લખ્યું.

અલ ફારાબીના વિચારોના પ્રભાવ ઘણી સદીઓ સુધી જ્ઞાન વિજ્ઞાન ઉપર પડ્યું. અલ ફારાબીએ ફિલસૂફી અને સૂફીવાદના સમન્વયનો પ્રયાસ કર્યો હતો જેના આધારે ઇબ્ને સીના જેવા તબીબ અને ફિલસુફને માર્ગ મળ્યો.

પ્રોફેસર ફિલીપ હિત્તી લખે છે "અલ ફારાબી એક ચિકીત્સક અને ગણિતશાસ્ત્રી તથા વૈજ્ઞાનિક અને ઉત્તમ સંગીતકાર પણ હતા. વાસ્તવમાં એમને સૌથી ઉત્કૃષ્ટ સંગીત સિદ્ધાંતવિદ (music theorist) માનવામાં આવે છે. કહેવાય છે કે સૈફુદદૌલાના દરબારમાં અલ ફારાબી એવી રીતે સંગીતના સૂરો રેલાવતા કે શ્રોતાઓ હસવા લાગતા, રડવા લાગતા અને પછી બધા ઊંધી જતા-દરબાન સુદ્ધાં પણ !”

કહેવાય છે કે દુનિયાએ માત્ર ચાર મેધાવી વિભૂતિઓ (Genius) (બે ઈસ્લામ પહેલા અને બે ઇસ્લામી કાળમાં) પેદા કરી છે એ પૈકીની એક પ્રતિભા ફારાબીની છે. પ્રખર વિદ્વાન એવા ફારાબી વિશ્વની ઘણી ભાષાઓના જાણકાર હતા. નિષ્કામ અને નિઃસ્પૃહી, સાદું જીવન જીવતા અલ ફારાબી પોતાના પુસ્તકોમાં નીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના વિભિન્ન વિષયોની વિગતે છણાવટ કરી છે. ફિલસૂફોમાં અલ ફારાબી પ્રથમ ચિંતક છે જેમણે સમગ્ર જીવ સૃષ્ટિમાં માનવ શા માટે સર્વશ્રેષ્ઠ છે? કારણ કે માનવીનો એક મહાન ઉદેશ છે – અલ્લાહની પ્રસન્નતા પામવાનો. ફારાબી જ્ઞાનની વ્યાખ્યા આપતાં લખે છે ઇલ્મ (જ્ઞાન) અલ્લાહનું નૂર અને દિલની રોશની છે. (અર્થાત – જ્ઞાન દિવ્ય પ્રકાશ અને મનનું અજવાળું છે.)

આદર્શ વિદ્યાર્થીના ગુણ દર્શાવતા ફારાબી લખે છે “કોઈ વિદ્યાર્થી પરિપૂર્ણ અને પ્રતિભાસંપન્ન ત્યારે જ બની શકે છે, જ્યારે એ પોતાના મનમાં સાચો શોખ અને સાચી હોંશ ધરાવતો હોય. એ તંદુરસ્ત અને સદ્ભાવશાળી હોય. સારી ટેવવાળો અને શિષ્ટાચારી હોય, ચિંતન અને મનનની ટેવ ધરાવતો હોય, ખરો