પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

વિદ્યાર્થીએ છે કે જે ઉત્સાહી, પરિશ્રમી અને સમયપાલન કરનાર શુદ્ધ, અને સરળ અને પવિત્ર જીવન જીવનારો હોય.”

વિદ્યાર્થીઓને બોધ આપતા ફારાબી લખે છે કે વિદ્યાર્થી માટે આવશ્યક છે કે તે લાલચ, ઈર્ષા, ગુસ્સો, ચાડી જેવી બુરાઈઓથી એકદમ દૂર રહે. એમણે એવા લોકોની નજીક પણ ન જવું જોઈએ. એમણે સદ્‌ભાવી અને શિષ્ટાચારીઓની સંગતમાં બેસવું જોઈએ.

ફારાબી આગળ લખે છે :−

યાદ રાખો જે કોઈ વ્યક્તિનું જ્ઞાન એના આચરણ તથા ટેવોમાં સુધારણા ન કરી શકે અને તેને સત્યવાદી અને કર્મશીલ ન બનાવી શકે તો એનું જ્ઞાન અધૂરું અને વ્યર્થ છે. આખેરતમાં - પરલોકમાં એ ભાગ્યશાળી નહિં હોય. કોઈપણ માનવીને સંપૂર્ણ માનવતા, સારા જ્ઞાન અને સત્કર્મોથી જ પ્રાપ્ત થાય છે.

'ધ એઈજ ઓફ ફેઈથ'માં વિલડુરાં નોંધે છે કે 'અલ ફારાબીએ પોતાના અનુગામીઓને અપીલ કરી હતી કે તેઓ ઈર્ષા, સત્તા અને લડાઈ ઝઘડા ઉપર નહીં પરંતુ કારણ (reason), સ્વાર્પણ (devotion) અને પ્રેમ (love) ઉપર આધારિત સમાજની રચના કરે.'