પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૧૧
 
અબૂ રૈહાન મુહમ્મદ ઇબ્ને અહમદ અલ બિરૂની

(જ. ૧૫/૯/૯૭૩, કાથ ખ્વારિઝમ (ઉઝબેકિસ્તાન, મૃ. ૧૩/૧૨/૧૦૪૮, ગઝના (અફઘાનિસ્તાન)

પોતાના સમયના સૌથી મોટા વિદ્વાન ગણાતા અબૂ રેહાન મુહમ્મદ ઇબ્ને અહમદ અલ બિરૂની ને 'અલ ઉસ્તાદ'(The Master)નો લકબ આપવામાં આવ્યો હતો. બહુમુખી પ્રતિભા ધરાવતા અલ બિરૂનીએ ગણિત, ખગોળ, જ્યોતિષ, ભૌતિક વિજ્ઞાન, ફાર્મોકોલોજી (ઔષધશાસ્ત્ર), કોસ્મોલોજી, મિનરોલોજી, ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપ્યું.

અલ બિરૂનીએ નાની ઉંમરમાં જ વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરી દીધો હતો અને એમને ભણાવનાર ગુરૂ હતા ખ્વારિઝમના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી અબૂ નસ્ર મન્સૂર. માત્ર સત્તર વર્ષની ઉંમરે કાથ (એમન જન્મભૂમિ) શહેરના સૂર્યના મહત્તમ રેખાંશની મદદથી અક્ષાંશ શોધી કાઢ્યા હતા.

ઈ.સ. ૯૯૫ ની પહેલાં અલ બિરૂનીએ યુવાનવયે બીજી પણ ઘણી રચનાઓ કરી હતી. એમાંથી હાલમાં એક રચના ઉપલબ્ધ છે એ નકશાશાસ્ત્ર (કોર્ટોગ્રાફી) વિશે રર વર્ષની ઉમરે અલ બિરૂનીએ ઘણા બધા ભૂગોળના પુસ્તકો વાંચી નાખ્યા હતા. ઈ.સ. ૯૯૫માં આંતરવિગ્રહ ફાટી નીકળતા અલ બિરૂની તહેરાન પાસેના રૈય શહેરમાં આવી વસ્યા. એ વખતે અહીં બુવાહિદ રાજકુમાર ફખ્રુદ્દીનદૌલાનું શાસન હતું. એણે ખગોળશાસ્ત્રી અલ ખુજન્દીને રૈના પર્વત ઉપર મોટું ષષ્ટાંક (ખૂણાના માપ ઉપરથી અંતર માપવાનું યંત્ર, - Sextant) બનાવવાનો આદેશ આપ્યો, આનું નામ 'ફખરી ષષ્ટાંક યંત્ર' રાખવામાં આવ્યું હતું. અહીં બિરૂનીએ દક્ષિણાયન અને ઉત્તરાયણના રેખાંશોનું અવલોકન નોધ્યું હતું. અને આ અંકોની મદદથી ecliptic ની વક્રતા (obliquity) શોધી કાઢી હતી, તથા રૈ શહેરના અક્ષાંશો પણ શોધ્યા હતા, જે સંપૂર્ણપણે ચોક્કસ ન હતા.

જૂન ૧૦૦૪માં અલ બિરૂની પોતાના વતન ખ્વારિઝમમાં હતા એ વખતે અલી ઇબ્ને મામૂન પછી એનો ભાઈ અબૂલ અબ્બાસ મામૂન રાજગાદીએ આવ્યો આ બંને શાસકો વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના આશ્રયદાતા હતા અને ઘણા વૈજ્ઞાનિકોને પોતાના દરબારમાં રાખ્યા હતા. ૧૦૦૪માં અબૂલ અબ્બાસ મામૂન ગાદીએ આવ્યો. એ પછી પણ એણે અલ બિરૂનીના વૈજ્ઞાનિક કાર્યોની કદર જ ન કરી પરંતુ એમને