પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
બનુ મૂસા, એહમદ મુહમ્મદ અન હસન બન મૂસા શાકિર
ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી


બનુ મૂસા શાકિર (હિ.સ. ૨૧૩/ઈ.સ. ૮૩૧) એ. એક ધાડપાડુ તરીકે કારર્કિદીની શરૂઆત કરી હતી. કોઈ સૂફી સંત સાથે ભેટો થતાં લૂંટફાટ છોડી ગણિત અને ભૂમિતિનો અભ્યાસ કર્યો. એમની વિદ્વતાથી પ્રભાવિત થઈને ખલીફા અલ મામૂનએ પોતાના ખાસ દરબારીઓમાં સામેલ કર્યા હતા.

મૂસા શાકિરના ત્રણ પુત્રો એહમદ, મુહમ્મદ અને હસન પણ ગણિત અને વિજ્ઞાનનું પ્રખર જ્ઞાન ધરાવતા હતા. ખલીફા મામૂને આ ત્રણે ભાઈઓની શક્તિ પારખીને પોતના ‘જ્ઞાનગૃહ' (House of wisdom) કે જે વિશ્વની પ્રથમ વૈજ્ઞાનિક સંસ્થા તરીકે ઓળખાય છે એમાં દાખલ કરી લીધા હતા. અહીં ત્રણે ભાઈઓ ગણિત, ખગોળ અને યંત્રશાસ્ત્ર (મિકેનીકસ)માં સૌથી વધુ કાર્યશીલ રહ્યા. તેમણે બગદાદમાં ખગોળીય અવલોકનો પણ નોંધ્યા અને ઘણા બધા વૈજ્ઞાનિક ગ્રંથોના ખાસ કરીને ગ્રીક ગ્રંથોના અરબીમાં અનુવાદ કર્યા, જે વિજ્ઞાનના વિકાસમાં મહત્વના સાબિત થયા. કેટલાક પ્રસિદ્ધ ગ્રીક ગ્રંથો હવે માત્ર અરબી ભાષામાંજ જીવિત છે.

એ સમયનાં ઘણા પ્રસિદ્ધ ભાષાંતરકારોએ મુસા ભાઈઓના હાથ નીચે કાર્ય કર્યું. જેમાં હુસૈન ઇબ્ને ઈશ્હાક અને સાબિત ઇબ્ને કુર્રા જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે. મુસાભાઈઓ પ્રથમ આરબ વૈજ્ઞાનિકો હતા જેમણે ગ્રીક ગણિતશાસ્ત્રીય ગ્રંથોનો અભ્યાસ કર્યો અને અરબી ગણિતશાસ્ત્રનો પાયો નાંખ્યો.

હકીકતમાં મૂસા ભાઈઓનું જૂથ એ ઇતિહાસમાં પહેલું એવું જૂથ હતું જેણે સાથે મળીને વૈજ્ઞાનિક સંશોધનો કરી 'ટીમવર્ક' દ્વારા પરિણામો જાહેર કયો.

ત્રણે ભાઈઓના કાર્યોને અલગ અલગ વર્ણવવા મુશ્કેલ છે પરંતુ એ ત્રણેની વિશેષતાઓ આપણે જાણી શકીએ છીએ.

અહમદ બિન મૂસા શાકિર (હિ.સ. ૨૪૦/ઇસ ૮૫૮) યંત્ર શાસ્ત્ર (ઇલ્મુલ હિયલ)માં પ્રવીણતા ધરાવતો હતો અને વિશ્વનો સૌ પ્રથમ ‘મિકેનિકલ એન્જિનીયર' હતો. અહમદે યંત્ર શાસ્ત્રમાં વિશ્વનું સૌ પ્રથમ પુસ્તક ‘કિતાબ અલ હિયલ'ની પણ રચના કરી હતી. સદીઓ સુધી વૈજ્ઞાનિકો આ પુસ્તકને માનભરી