પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૨૫
 
અબ્દુલ મલિક ઈબ્ને કુરૈબ અલ અસ્મઈ

ઈસ ૭૪૦માં ઈરાકના બસરામાં જન્મેલા અબ્દુલમલિક ઇબ્ને કુરૈબ અલ અસ્મઈ પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, વનસ્પતિશાસ્ત્રી અને ખેતીશાસ્ત્રી હતા અને આ ક્ષેત્રે એમણે મહતવનું યોગદાન આપ્યું.

અલ અસ્મઈને કવિતાનો પણ શોખ હતો. પ્રાણી શાસ્ત્ર અને ખેતીશાસ્ત્રમાં યોગદાન આપનાર અલ અસ્મઈ પ્રથમ મુસ્લિમ વૈજ્ઞાનિક ગણાય છે.

પ્રાણીશાસ્ત્ર વિશેના એમના પાંચ પુસ્તકોમાં ૧. કિતાબુલ ખીલ (ઘોડા વિશે) ૨. કિતાબુલ ઈબીલ (ઊંટ વિશે) ૩. કિતાબુલ વુહૂશ (વન્ય પશુ-પક્ષીઓ વિશે) ૪. કિતાબુલ શાત (ઘેટા-બકરા વિશે) અને પાચમું પુસ્તક ખલ્કુલ ઇન્સાન, માનવશરીર રચના શાસ્ત્ર અને માનવ પ્રકૃતિવિશે છે. નવમી સદીમાં એમના પુસ્તકો યુરોપમાં ખુબ પ્રસિદ્ધિ પામ્યા હતા. ઈસ. ૮૨૮માં એમનું અવાસન થયું.