પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૨૯
 


અબૂ કામિલ શુજાઅ બિન અસ્લમ બિન મુહમ્મદ બિન શુજાઅ
અલ હાસિબ અલ મિસરી


અબૂ કામિલ શુજાઅ બિન અસ્લમ બિન મુહમ્મદ બિન શુજાઅ અલ હાસિબ અલ મિસરીના પ્રારંભિક જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. પરંતુ અલ નદીમના 'ફિહરીશ્ત'માં જણાવ્યા મુજબ એમના કાર્યો અને લખેલા ૨૮૧ પુસ્તકો વિશે માહિતી મળે છે.

અબૂ કામિલ શુજાએ અલ ખ્વારિઝમીની જેમ જ પ્રસિદ્ધ બીજ ગણિત શાસ્ત્રી હતા. પીઝાના લિયોનાર્ડ અને એના અનુયાયીઓ ની મદદ લઈ એમણે યુરોપમાં બીજગણિતનો વિકાસ માટે ખૂબ મહેનત કરી. આ ઉપરાંત એમણે ભૌમિતિક પ્રશ્નો વિશે પણ લખ્યું. અબૂ કામિલ શુજાઅ અલ ખ્વારિઝમી (મૃ. ઈ. સ. ૮૫૦) પછી અને અલી બિન અહમદ અલ ઈમરાની (મૃ. ૯૫૫-૫૬)ની પહેલાના સમયમાં થઈ ગયેલા હોવા જોઈએ.

ઈબ્ને અલ નદીમે 'ફિહરીત'માં અબૂ કામિલના ૨૮૧ પુસ્તકો નો ઉલ્લેખ કર્યો છે જે જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર તથા પક્ષીઓની ઉડાન વિશે લખાયા છે. અરબી ભાષામાં એમના દ્વારા લખાયેલ કોઈ પુસ્તક હાલમાં હયાત નથી સિવાય કે 'અલ તરાઈફ'. આ ગણિતશાસ્ત્ર વિશે લખાયેલ છે.

ભૂમિતિમાં અબૂ કામિલે ‘On the Pentagon and Decagon' પ્રબંધ ગ્રંથ રચ્યો છે જેમાં બીજગણિતીય સૂત્રોની મદદથી ભૌમિતિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યા છે. આમાં ૪થી ઘાત સધીના ઉકેલો છે. ખૂબ જ સરળ ભાષામાં લખાયેલ આ પ્રબંધ ગ્રંથનો ઉપયોગ પીઝાના લિયોનોર્ડ પોતાના ગ્રંથ ‘Practical geometrial’ માં ખૂબ કર્યો છે, એવું 'એન્સાયકલોપીડીયા ઓફ ઈસ્લામ'ના સંપાદકો નોંધે છે.

અબૂ કામિલ શુજાએ 'કિતાબ અલ તારીફ ફી હીસાબ' માં (ઈન્ટીગ્રલ સોલ્યુશન ઓફ ઈન્ડીટરમીનેટ ઈકવેશન્સ) આપ્યા છે. આ ઉપરાંત અબૂ કામિલે ચાર પદાવલિઓ વાળા સૂત્રો જેવા કે

(૧)

(૨)