પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'૧૪૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

Πઅલકુહીએ 'રિસાલા ફીલ બરકાર અલ તામ' (સંપૂર્ણ કંપાસ)માં કંપાસની સોયની મદદથી સીધી રેખા, વર્તુળ અને શંકુચ્છેદો કેવી રીતે દોરી શકાય એ સિદ્ધાંતની ચર્ચા કરી હતી, જે વિશ્વમાં સૌપ્રથમ મનાય છે. 'વધુમાં એણે એ પણ નિષ્કર્ષ કાઢ્યો હતો કે આ જ બાબતો અસ્તૂરલાબ અને સૂર્યઘડીયાળ જેવા સાધનો વડે પણ દોરી શકાય છે.

'કિતાબ સનતુલ અસ્તૂરલાબ' (અસ્તૂરલાબના ઉત્પાદન બાબત)માં અલ કુહીએ વર્તુળ દોરવા માટે દિકકોણ (azimuth)ની મૌલિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, જેનો વિશિષ્ટ ઉપયોગ ત્રિપરિમાણીય પ્રશ્નોને દ્વિપરિમાણમાં ફેરવવા માટે થાય છે. અબૂ સાદ અલ આલા બિન સહલએ આનું વિવેચન લખ્યું હતું.

અલ કુહી અને અબુ ઇશ્હાક અલ સાલી વચ્ચે ગણિતિક પ્રશ્નોની ચર્ચા કરતા પત્રવ્યવહાર થતા હતાં. અલ કુહીએ વક્રીય આકૃતિને સુરેખાકૃતિમાં કેવી રીતે ફેરવી શકાય, જાણીતા ગુણોત્તરનો અર્થ, અતિવલય ખંડને ચોરસમાં કેવી રીતે ફેરવાય, વૃત્તચ્છેદના ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર અને ચાપ (arcs)ના સિદ્ધાંતો વગેરેની ચર્ચા કરી છે. એક પત્રમાં અલકુહીએ વર્તુળના પરીધ અને વ્યાસના ગુણોત્તર પાઈ (ᴨ) નું મૂલ્ય ૨૮/૯ શોધ્યું હતું જે વાસ્તવિક આંકથી ખૂબ નજીક હતું.