પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



ઇશ્હાક ઈબ્ને હુનૈન (ઈ.સ. ૮૩૦−૯૧૦)

ઈસ્હાક ઈબ્ને હુનૈનનો જન્મ ઈ.સ. ૮૩૦માં ઈરાકમાં થયો હતો. ગ્રીક ક્લાસીકલ (પ્રશિષ્ટ) ગ્રંથોના અનુવાદ માટે જાણીતો છે. અબૂયાકૂબ ઈશ્હાક ઈબ્ને હુનૈન પિતાની જેમ જ તબીબ હતો અને પિતાની દેખરેખ હેઠળ ગ્રીક વિજ્ઞાન અને અનુવાદ કલામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. અલ હિરા (ઈરાક)ના નેસ્ટોરીયન ખ્રિસ્તી એવા ઈશ્હાક હુનૈન અરબ વંશીય હતો અને માતૃભાષા સીરીયન હતી અને ગ્રીક અને અલ કિફતી ભાષાનું પણ જ્ઞાન હતું. તેના બે પુત્રો દાઊદ અનુવાદક અને હુનૈન તબીબ બન્યા હતા. અલ બયહકીના મત મુજબ ઈશ્હાક ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો.

ખલીફા મામૂન અલ રશીદે ઈ.સ. ૮૩૩માં બગદાદમાં શરૂ કરેલ 'જ્ઞાન ગૃહ' (હાઉસ ઓફ વિઝડમ)માં અબૂ યાકૂબ ઇશ્હાક અનુવાદ ચળવળનો મુખ્ય આગેવાન હતો.

ઈશ્હાકે ઘણા પ્રશિષ્ટ ગ્રંથોનું અનુવાદ કર્યું હતું. મૌલિક રચનાઓ ઓછી હતી. 'સિમ્પલ મેડીસીન' અને 'આઉટલાઈન ઓફ મેડીસીન' નામક બે મૌલિક રચનાઓ હવે પ્રાપ્ય નથી. ઇશ્હાકનો ગ્રંથ 'હિસ્ટ્રી ઓફ ફિઝીશીયન' જહોન ફિલોપોનસના એ જ નામના ગ્રંથ ઉપર આધારિત હતો.

ઈશ્હાકનું સૌથી મહત્વપૂર્ણ પ્રદાન ગ્રીક અને સીરીયાક' ભાષાઓમાંથી અરબીમાં કરેલા અનુવાદ છે. આમાં એના પિતરાઈ હુબૈશ ઇબ્ને ઈલ હસન અને ઈસા ઈબ્ને યાહ્યા તથા ઇશ્હાકના પોતાના પિતા હુનૈન નો સાથ મળ્યો હતો. સાબિત ઇબ્ને કુર્રાએ ઈશ્હાકને ગણિતના કેટલાક ગ્રંથોમાં ભાષાંતરમાં ઘણી મદદ કરી હતી. હુનૈન અને ઇશ્હાકે ગ્રીક તબીબ ગેલનના ગ્રંથોનું અરબી અને સીરીયાક ભાષામાં અનુવાદ કર્યો. ઇશ્હાકે ગેલનના ગ્રંથોનું સંક્ષિપ્તીકરણ અને સાર પણ પ્રસિદ્ધ કર્યા હતા.

ઈશ્હાકે કેટલાક ફિલસૂફીના ગ્રંથોનું પણ અરબી અને સીરીયાક ભાષામાં અનુવાદ કર્યા હતા. ગેલનનું ધી નંબર ઓફ સિલોઝીસમ અને ઓન ડેમોન્સટ્રેશન પ્લેટોના ટેમેઉસનું સારાંશ તથા સોફીસ્ટનું અનુવાદ કર્યું. એરીસ્ટોટલના 'કેટેગરીઝ', 'ઓન ઈન્ટરપ્રીટેશન', 'ફિઝીક્સ', 'ઓન જનરેશન એન્ડ કરપ્શન',