પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

'ઓન ધી સોલ', 'મેટાફિઝીક્સ'નો કેટલાક ભાગ, 'નિઓ માકીયન એથિક્સ', 'રેહટ્રીક’ તથા 'પોએટીકસ' જેવા ગ્રંથોનું અરબી ભાષાંતર કર્યું.

એના સીરાયાક ભાષાંતરમાં 'પ્રાયર એનાલિટીક્સ'નો કેટલાક ભાગ, ‘પોસ્ટેરીયર એનાલિટીક્સ' (સંપૂર્ણ), 'ટોપીક્સ' વગેરેનો સમાવેશ થાય છે.

ઇશ્હાકના અન્ય ભાષાંતરોમાં એલેકઝાન્ડર એફ્રોડીસીઆનું 'ઑન ધ ઇન્ટેલેટ', દમાસ્કસના નિકોલસના ગ્રંથ 'ઓન પ્લાન્ટ્સ', એમેસાના નેમેસીએસનો 'ઓન ધ નેચર ઓફ મેન' વગેરેનો સમાવેશ થાય છે.

ઈશ્હાકના ગણિતશાસ્ત્રમાં કરેલા ભાષાંતરોમાં યુકિલડના 'તત્ત્વો', 'ઓપ્ટીક્સ', અને 'ડાટા’, ‘ટોર્લેમીના અલ માજેસ્ત', આર્કિમીડીઝના, 'ઓન ધી સ્ફીયર એન્ડ ધ સિલીન્ડર', મેનેલોસનું 'સ્ફેરીક્સ' તથા ઓટોક્લીપ્સ અને હિપ્સીડાઈસના કેટલાક ગ્રંથોનો સમાવેશ થાય છે.

‘તત્વો', 'ઓપ્ટીક્સ' અને 'અલ માજેસ્ત'ના અનુવાદમાં ગણિતશાસ્ત્રી સાબિત ઇબ્ને કુર્રાએ કેટલાક સુધારા વધારા કર્યા હતા.