પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

વેધશાળાના ટૂંકા ગાળામાં પણ ઘણી પ્રવૃત્તિઓ થઈ હતી. જે અવલોકનો નોંધવામાં આવતા તેને 'સિદરત મુન્તહા અફકાર ફી મલકૂત અલ હલક અલ દવાર' નામક સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આમાં તકઉદ્દીને પોતે ત્રિકોણમિતિય ગણતરીઓ કરી છે. ખગોળીય ઘડીયાળ અને બીજા અવકાશી પદાર્થો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

તકઉદ્દીને રચેલા પ્રબંધ ગ્રંથો :−

ખગોળશાસ્ત્ર :-

(૧) 'રેહાનત અલ રૂહ ફી રસ્મ અલ સાઅત અલા મુસ્તવા અલ સૂતુહ' (Fragrance of spirit on drawing of horary (lines) on plane surfaces.) આમાં સૂર્યઘડીયાળ વિશે ચર્ચા કરવામાં આવી છે.

(ર). ‘જરીદાત અલ દૂર્ર વખરીદાત અલ ફિકર' (Non perforates pearls and Roll of reflections) આમાં કેરો (ઈજીપ્તના, ખગોળીય કોષ્ટકોના ઉલ્લેખ છે. Sine અને tangent ના કોષ્ટકો દશાંશ પધ્ધતિમાં છે. આ પ્રબંધ તકીઉદ્દીનની વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને મૌલિકતાના દર્શન કરાવે છે. આમાં સૌ પ્રથમ વખત આપણને ત્રિકોણમિતિમાં દશાંશ પધ્ધતિના અપૂર્ણાક જોવા મળે છે. એણે સ્પર્શરેખા (angent) અને સહ સ્પર્શ રેખા (cotangent) ના કોષ્ટકોની પણ રચના કરી હતી. તકીઉદ્દીનના જણાવ્યા મુજબ ગણિતશાસ્ત્રી ગિયાસુદીન અલ કાશી (ઈ.સ. ૧૩૯૦-૧૪૫૦) એ આ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી, જ્યારે કે તકીઉદ્દીને સફળતાપૂર્વક આ પ્રશ્નોને ઉકેલ્યા.

ગણિતશાસ્ત્ર :-

(૧) ‘કિતાબ અલ નિસાબ અલ મતશાક્કલ ફીલ જબર વલ મુકાબલા'(Book on coinciding rations in algebra) બીજગણિત બાબતે છે.

(૨) 'બુગાયાત અલ તુલાબ ફી ઈલ્મ અલ હિસાબ' (Aim of pupils in the science of Arithmetic) અંકગણિત બાબતે છે.

(૩) ‘કિતાબ વસ્તીહ અલ ઉકર” (Book on Projecting spheres on to plane) સમતલ સપાટી ઉપર ગોળાનું ઉપસવું.