પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૩૩
 

(૪) 'શર્હ રિસાલત અલ તજનીસ ફીલ હિસાબ' (commentary on treatise on classification in Arithmetic) અંકગણિત બાબતે ભાષ્ય અથવા વિવેચન.

(૫) રિસાલા ફી તહકીકી મા કાલહૂલ આલિમ ગિયાસુદ્દીન જમશેદ ફી બયાનીલ નિસ્બા બયનલ મુહિત વલ કુત્ર તકીઉદ્દીને આમાં ગિયાસુદ્દીન જમશેદ અલકાશીના ગ્રંથ 'અલ રિસાલત અલ મુહિતીયા' બાબતે ચર્ચા કરી છે.

(૬) તહરીર કિતાબ અલ ઉકર લી થવા ધૂસી યસ (Exposition of book on sphere of theodosius) થિયોડોસીયસના 'ગોળા’ વિશેના ગ્રંથની સમીક્ષા.

આમ, તકીઉદ્દીન મારૂફને ખગોળશાસ્ત્રમાં પોતાના મૌલિક સંશોધનો અને યોગદાન માટે હંમેશા યાદ રાખવામાં આવશે.