પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



યાકુબ ઇબ્ને ઈશ્હાક અલ કિન્દી

પશ્ચિમી જગતમાં Alkindus તરીકે ઓળખાતા યાકુબ ઇબ્ને ઇશ્હાક અલ કિન્દી ઈ.સ. ૮૦૦ અથવા ઈ.સ. ૮૦૩માં ઈરાકના કુફામાં જન્મ્યા હતા. મધ્યયુગમાં 'આરબોના ફિલસૂફ'ના નામે જાણીતા હતા. કાર્ડાનોના મત મુજબ મધ્યયુગના ૧૨ મેધાવી પુરૂષોમાંથી એક હતા. અલ કિન્દી ઘણા ક્ષેત્રોમાં મૌલિક સંશોધનો કરનાર વૈજ્ઞાનિકોમાંથી એક હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવનાર એક ફિલસૂફ, ખગોળશાસ્ત્રી, તબીબ, ગણિતશાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાની અને ભૂગોળવેત્તા હતા. તેઓ સંગીતમાં પણ નિષ્ણાંત હતા.

યાફૂબના પિતા ઇશ્હાક ખલીફા હારૂન અલ રશીદના દરબારમાં ફરજ બજાવતા હતા. જ્ઞાનપ્રિય ખલીફાના દરબારમાં એ વખતે હકીમ યહ્યા મન્સૂર, સનદ બિન અલી અબ્બાસ અલ જૌહરી, મુહમ્મદ બિન મૂસા ખ્વારિઝમી અને અલ ફરઘાની જેવા પ્રખર બુદ્ધિશાળી અને જ્ઞાની લોકોની હાજરી રહેતી. યાકૂબ અલ કિન્દી આ બધાના સમકાલીન હોવાથી દરબારમાં તેઓ પણ જ્ઞાનસભર ચર્ચાઓમાં ભાગ લેતા. યાકૂબ અલ કિન્દીએ પોતાની લાંબી કારકિર્દી બગદાદમાં પસાર કરી અને તેઓ અલ મુતવક્કીલ, અલ મામૂન અને અલ મુત્તસીમના પણ સમકાલીન હતા. અલ મુતમીદના સમયમાં ઈ.સ. ૮૭૩ માં યાકૂબ અલ કિન્દીનું અવસાન થયું.

અલ કિન્દીએ સૌ પ્રથમ તબીબ હતા જેમણે પદ્ધતિસર ઔષધિની માત્રા (ડોઝ) નક્કી કરી. આ બાબતે દર્દીઓના પ્રિસ્ક્રીપ્શનમાં કેટલી માત્રામાં ઓષધિ હોવી જોઈએ એ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. રસાયણશાસ્ત્રમાં એમણે જાહેર કર્યું કે પાયાની ધાતુઓને કિંમતી ધાતુઓ (સોનું, ચાંદી, પ્લેટીનમ વગેરે)માં ફેરવી શકાય નહીં અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાયાના તત્ત્વોમાં ફેરફાર કરી શકાય નહીં. એમની આ જાહેરાતથી એ વખતની રૂઢિગત માન્યતાઓને જોરદાર ફટકો પડ્યો જેઓ કોઈપણ ધાતુને કિંમતી ધાતુમાં ફેરવી શકાય છે એવી માન્યતા ધરાવતા હતા.

ગણિતશાસ્ત્રમાં અલ કિન્દીએ અંક વિદ્યા (Numerology) વિષયમાં પધ્ધતિસરનું યોગદાન આપ્યું અને આ વિષે ચાર પુસ્તકો લખ્યા. અલ કિન્દીનું સૌથી મહત્વનું કાર્ય હતું આધુનિક અંકગણિતનો પાયો નાંખ્યો. જો કે ગણિતિક