પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



અલ ખુજન્દી, અબૂ મહમૂદ હામિદ ઇબ્ને અલ ખિજ્ર
(મૃ. ઈ.સ. ૧000) ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી

ટ્રાન્સેક્સોનીયાના સીરદરિયાના ખુજંદા શહેરના વતની અબૂ મહમૂદ હામિદ નું ઉપનામ ખાન હતું. તેઓ કેટલોક સમય બુવાહિદ શાસક ફખરુદ્દૌલા (૯૭૬ - ૯૯૭) ના આશ્રય હેઠળ રહ્યા.

ખગોળશાસ્ત્રમાં એમણે 'રિસાલા ફીલ મેઈલ વારંદ બલદ' (On the obliquity of the ecliptic and the latitude of the lands) તથા 'ફી અમલ અલ આ'લા અલ અમ્મા અથવા અલ આ'લા અલ શામિલા (The comprehensive instrument) ની રચના કરી હતી.

અલ ખુજન્દીએ 'કાનૂન અલહૈય'માં Sine પ્રમેય શોધ્યો છે, નસીરૂદ્દીન અલ તુસી માને છે કે આ પ્રમેય મેનેલોના પ્રમેય ઉપર આધારિત છે. અબૂલ વફા અબુલ નસ્ર ઇબ્ને અલી ઈરાક (દસમી સદી)એ પણ જૈહી પ્રમેય શોધ્યો હોવાનું મનાય છે.

ભૂમિતિમાં અલ ખુજન્દીએ સાબિત કર્યું છે કે બે ઘન અંકોનો સરવાળો ઘન અંક ન હોઈ શકે.

ફખરુદૌલાના આશ્રય હેઠળ અલ ખુજન્દીએ રૈય પ્રદેશમાં ‘જબલ અલ તબરૂક' નામક પર્વત ઉપર 'અલ સુદસ અલ ફખરી' (વર્તુળનો છઠ્ઠો ભાગ) નામક સાધન કે જે ‘Obliquity of ecliptic’ માપવા માટે વપરાય છે એ બનાવ્યું હતું અને એટલું ચોકસાઈ પૂર્વકનું બનાવ્યું હતું કે એમા ડીગ્રી, મીનીટ અને સેકન્ડસ પણ ચોક્સાઈપૂર્વક માપી શકાતા હતા.

અલ ખુજન્દી પહેલા સૂર્ય માપક કોણ તરીકે 'ડોમ બિલ્ડીંગ' વપરાતું હતું.

અલ ખુજન્દી પછી 'સુદસ અલ ફખરી’ જેવા સાધનની રચના મરાઘા વેધશાળા (ઈ.સ. ૧૨૬૧માં બંધાઈ હતી) ખાતે કરવામાં આવી હતી. સમરકંદની વેધશાળા (ઈ.સ. ૧૪૨૦માં બંધાઈ હતી) નો વિશાળ meridian arc અલ ખુજન્દીના 'સુદસ અલ ફખરી' થી ઘણો મળતો આવતો હતો.