પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૫૭
 
અલ કાશી

ગ્યાસુદ્દીન જમશેદ મસૂદ અલકાશીનો જન્મ ઈ.સ. ૧૩૮૦માં કાશાન (ઈરાન)માં થયો હતો. તેથી તેઓ અલકાશાની તરીકે પણ ઓળખાય છે. ઈસ્લામી વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક અલકાશી એક સારા ખગોળશાસ્ત્રી પણ હતા. માત્ર ર૭ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૪૦૭માં કમાલુદ્દીન મહમૂદ નામના ઈરાની વઝીરને અર્પણ કરતું અવકાશી પદાર્થો સંબંધી પ્રબંધગ્રંથ 'સૂલ્લમ અલ સમા' (The stairway of Heaven) ના રચના કરી હતી. આમાં અવકાશી પદાર્થોનાં અંતર અને કદ શોધવા માટેની રીતોનું વર્ણ કરવામાં આવ્યું છે. ઈ.સ. ૧૪૧૦ - ૧૪૧૧માં અલકાશીએ 'મુખ્તસર દાર ઈલ્મએ હયાત (compendium of the science of Astronomy) તૈમૂરી વંશનો અને ઊલૂગ બેગનો પિતરાઈ સુલતાન ઈસકંદર માટે લખ્યું હતું. ઈ.સ. ૧૪૧૩ - ૧૪૧૪માં અલ કાશીએ 'ખાકાની જિઝ' નામક ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી જેમાં જૈહી કોષ્ટકો ૮ દશાંશ સ્થળ સુધીના મૂલ્યોમાં શોધ્યા હતા.

ઈસ. ૧૪૧૬માં અલકાશીએ 'ખગોળીય નિરિક્ષણના સાધનો વિશે પ્રબંધગ્રંથ 'રિસાલા દર શાહે આલાતે રસ્દ' ની રચના કરી હતી જે સુલતાન ઈસ્કંદરને અર્પણ કરવામાં આવ્યું હતું. આ જ વર્ષે અલ કાશીએ રેખાંશ શોધવાનું સાધન તથા 'અલ હિદાદ' નામક ખગોળીય સાધનની શોધ કરી હતી. 'નુઝહ અલ હદાઈક' (The Garden Excursion) પ્રબંધની રચના કરી તથા 'અવકાશી થાળી’ (Plate of Heavens) નામક ખગોળીય સાધનની શોધ કરી.

ઈ.સ. ૧૪૦૯માં તૈમુરલંગનો પૌત્ર અને શાહરૂખનો પુત્ર ઊલુગબેગ સત્તા ઉપર આવ્યો. એ પોતે પણ એક મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતો અને વિદ્વાનો, વૈજ્ઞાનિકો તથા ગણિતશાસ્ત્રીઓની કદર કરતો હતો. જ્ઞાન વિજ્ઞાનના પ્રચારાર્થે એણે ઈ.સ. ૧૪૧૭ - ૧૪૨૦ દરમિયાન સમરકંદમાં 'મદરસા' નામક આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક અભ્યાસ માટેની શાળાની સ્થાપના કરી. એના ચાર વર્ષ પછી ઊલૂગબેગે સમરકંદમાં જ વેધશાળાની સ્થાપના કરી અને એ સમયના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને આમંત્રણ આપ્યું. અલકાશી જેવા વિદ્વાનને એમાં આગવું સ્થાન મળ્યું. અને ટૂંક સમયમાંજ ઊલૂગબેગના વિશ્વાસુ અને આદરપાત્ર વિજ્ઞાની તરીકેનું માન મેળવી લીધું અહીં અલકાશીએ પોતાના ગણિતિક અને ખગોળીય અધ્યયનને આગળ ધપાવ્યું અને વેધશાળાની વ્યવસ્થામાં સક્રીય ભાગ ભજવ્યો. અહીં જ