પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

અલકાશીએ ખગોળશાસ્ત્રી ઊલૂગબેગ ના 'જિઝ' ખગોળીય કોષ્ટકોની પુનર્રચના અને સુધારા વધારામાં મહત્વનો ભાગ ભજવ્યો. ૧પમી સદીના ઈતિહાસકાર મીર ખ્વાંદે અલકાશીને 'દ્વિતીય ટૉલેમી' નો ખિતાબ આપ્યો હતો જ્યારે ૧૮મી સદીના ઈતિહાસકાર સૈયદ રાકીમે અલકાશીને વેધશાળાના મુખ્ય સ્થાપકોમાંના એક ગણાવી "મૌલાના એ આલમ" (our master) (વિશ્વવૈજ્ઞાનિકો)નું બિરૂદ આપ્યું હતું.

અલ કાશીએ દિવસનો સમય જાણવા માટે સંયોજક રકાબીઓની શોધ કરી હતી. અલકાશીએ ત્રિકોણમિતિમાં Treatise on the chord and sine નામક પ્રબંધમાં જૈહી નું મૂલ્ય ખૂબ જ ચોક્સાઈ પૂર્વક શોધ્યું હતું. જૈહી નું મુલ્ય જાણવા અલકાશીએ sin3𝜙 = 3sin𝜙 – 4sin3𝜙 સુત્ર પ્રસ્થાપિ કર્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે આ સૂત્રના શોધક તરીકે ૧૬મી સદીના ગણિતશાસ્ત્રી ફ્રાન્કોઇસ વીટને બતાવવામાં આવે છે !

અલ કાશીએ 𝜋 નું મૂલ્ય ૧૬ દશાંશસ્થળ સુધી ચોકસાઈપૂર્વક શોધ્યું હતું. આની પહેલાં ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કિમીડીઝે 𝜋 નું મૂલ્ય ૩ દશાંશસ્થળ સુધી, ચાઈનીઝ ગણિતશાસ્ત્રી ઝુ ઝોંગઝી એ ૭ દશાંશસ્થળ સુધી અને ભારતીય ગણિતશાસ્ત્રી માધવે ૧૧ દશાંશસ્થળ સુધી શોધ્યું હતું. અલ કાશીનું ૧૬ દશાંશસ્થળવાળું મૂલ્ય ૨૦૦ વર્ષ પછી લુડોલ્ફ વાન સ્યુલોને ૨૦ દશાંશસ્થળવાળું મૂલ્ય શોધ્યું ત્યાં સુધી પ્રચલિત રહ્યું હતું !

આજે જ્યારે કેલ્ક્યુલેટર અને કોમ્પયુટર છે ત્યારે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ કે ગમે તેટલું મૂળ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. પરંતુ અલ કાશીએ આવા કોઈ યાંત્રિક સાધનની મદદ વિના લગભગ ૬૦૦ વર્ષ પહેલાં ૪૪ર૪૦ ૮૯૯૫૦૬૧૭૬નું પાંચમું વર્ગમૂળ શોધી કાઢ્યું હતું. ! જવાબ : ૫૩૬

આવા મેધાવી ગણિતશાસ્ત્રી અલ કાશીએ ગણિતશાસ્ત્રમાં મહાન ગ્રંથના રચના કરી હતી 'મિતાહ અલ હિસાબ' (The key to Arithmetic). ૧૪૨૭માં રચવામાં આવેલ ગણિતનું આ મહાગ્રંથ વિશ્વકોષ સમાન ગણાય છે. જે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, ખગોળશાસ્ત્રીઓ, જમીન સર્વેક્ષકો, સ્થપતિઓ, કારકૂનો અને વેપારીઓને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યું છે. આના વિષયવસ્તુની રસાળતા તથા પ્રશ્નોના ઉકેલની અંકગણિતીય તથા બીજગણિતીય પદ્ધતિઓ, ભૌમિતિક પ્રશ્નો તથા સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટીકરણ જેવી વિશેષતાઓને લીધે આ