પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૬૩
 

નામના વિદ્વાને પોતાનો નિર્ણય આપતા જણાવ્યું છે કે કમાલુદીન અલ ફારિસીએ મેઘધનુષનો સિદ્ધાંત પોતાના (વાઈડમેનના) જીવનકાળ દરમિયાન ઈ.સ. ૧૩૦૨થી ૧૩૧૧ની વચ્ચે રજૂ કર્યું હતું. કમાલુદીને ચંદ્રગ્રહણનો પણ ઉલ્લેખ કર્યો છે જે ઈ.સ. ૧૩૦રમાં થયું હતું.

કમાલુદીન અલ ફારિસીએ 'અંક સિદ્ધાંત' (Number theory) માં પણ મહત્વનું પ્રદાન કર્યું.