પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૬૫
 

(૨) પાસવણી સ્ફટિકરણ (Crystallizaiton)ની પદ્ધતિ અને (૩) પ્રવાહી પદાર્થો ગાળવાની પદ્ધતિ સહિત અનેક પદ્ધતિઓની શોધી કરી હતી. (૪) ત્રણ પ્રકારના ક્ષારો શોધી કાઢયા. (૫) એસિડની શોધ કરી (૬) ધાતુઓ ભસ્મ (Oxidisation) તૈયાર કરવાની પદ્ધતિ (૭) લોખંડમાંથી પોલાદ તૈયાર કરવાની પદ્ધતિ (૮) લોખંડને કટાતો અટકાવવાની રીત (૯) ચામડું રંગવાની રીત (10) વાળ કાળા કરવા માટેની હેરડાઈ (૧૧) નિતારણ પ્રક્રિયા માટેના સાધનો (Distilation Apparatus) વગેરેની શોધ કરી.

જાબીર ઈબ્ને હૈયાને ઘણા પ્રબંધ ગ્રંથોની પણ રચના કરી હતી. રસાયણશાસ્ત્રમાં ‘કિતાબ અલ કિમીયા' અને 'કિતાબ અલ સબીન' નું અનુક્રમે ચેસ્ટરના રોબર્ટ અને ક્રેમોનાના જેરોર્ડ લેટીન ભાષામાં અનુવાદ કર્યા હતા. જાબીરે ‘કિતાબ અલ મીઝાન' (Book of the balances) તથા વ્યાખયાઓના પ્રબંધગ્રંથ Book of Defination ની રચના કરી હતી. એમણે ૧૦૦ થી વધુ પ્રબંધ ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. જાબીરના ઘણા ગ્રંથોના ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા હતા. મોર્સેલીન બર્થલોટે જાબીરના કેટલાક પ્રબંધ ગ્રંથોનું અનુવાદ કર્યું હતું જેમાં Book of the Kingdom, Book of the balances અને Book of Eastern Mercury નો સમાવેશ થાય છે. જાબીરના લીધે કેટલાક અરબી શબ્દો આજે અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયા છે. દા.ત. કેમીસ્ટ્રી શબ્દ અરબી શબ્દ ‘અલ કિમીયા' ઉપરથી ઉતરી આવ્યું છે. જાબીરે કેટલાક અરબી તકનીકી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે (દા.ત. આલ્કલી) આજે રસાયણશાસ્ત્રના શબ્દકોષનો હિસ્સો છે.

ઈસ્માઈલ અલ ફારૂકી અને લૂઈ પામ્યા અલ ફારૂકીના મત મુજબ જાફર સાદિકની ઈચ્છાથી જાબીરે આગમાં બળે નહિં એવા કાગળની તથા રાત્રે અંધારામાં પણ વાંચી શકાય એવી સહીની શોધ કરી હતી, જાબીર એવા પદાર્થની શોધ કરી હતી કે જે લોખંડ ઉપર ઘસી દેવામાં આવે તો કાટ ન લાગે અને કાપડ ઉપર ઘસવામાં આવે તો કાપડ પાણીથી ભીનું ન થાય.

મેક્સ મેયરહૉફ જાબીર વિશે લખે છે કે "યુરોપીયન કિમીયાગીરી અને રસાયણશાસ્ત્ર ઉપર જાબીર બિન હૈયાનનો સીધો પ્રભાવ છે.” એરિક જ્હોન હોમયાર્ડ નામક રસાયણશાસ્ત્રના ઇતિહાસકારે રસાયણશાસ્ત્રના પ્રયોગો અને વિકાસ માટે રોબર્ટ બોઈલ અને એન્તોઈ લેવેઝિયર જેટલો જ મહત્વનો ફાળો જાબીર બિન હૈયાનનો હોવાનું સ્વીકાર્યું છે.

રસાયણશાસ્ત્ર માં મહત્વનું પ્રદાન કરનાર જાબીર બિન હૈયાન ‘રસાયણશાસ્ત્રના પિતામહ' નું બિરૂદ પ્રાપ્ત કરે એમાં કશું જ આશ્ચર્યજનક નથી.