પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

ray emission (કિરણોત્સર્ગ)ના સિદ્ધાંતને પણ વખોડી કાઢ્યું છે. આનો લેટીન અનુવાદ ક્રેમોનાનાં જેરોર્ડે Liber tabularum Jahencum reglis suis નામે કર્યું છે. ‘On Ration’ માં અલ જૈયાની ભૂમિતિમાં પ (magnitudes) ની વ્યાખ્યા આપે છે. આંક, રેખા, સપાટી, ખૂણો અને ધન આંકને ભૂમિતિનું તત્વ માનવું એ બિનગ્રીક દૃષ્ટિકોણ છે એ અહીં એટલા માટે આવશ્યક છે કે અલ જૈયાનીએ પોતાની ગુણોત્તર (Ratio) ની વ્યાખ્યાને પાયો magnitude ઉપર મૂક્યો છે. અલ જૈયાની યુકલિડનો પ્રશંસક હતો. On Ratio એ યુકલિડના બચાવમાં રચાયેલી કૃતિ છે.

અલ જૈયાનીએ ખગોળશાસ્ત્રમાં 'મતરહ શુ'આત અલ ક્વાકિબ' (Projections of the rays of the stars) ની રચના કરી છે. અલ જૈયાનીએ આ ઉપરાંત પણ ઘણા પ્રબંધોની રચના કરી હતી. હાલમાં અરબીમાં રચેલ ગણિતની ૭ રચનાઓ જ ઉપલબ્ધ છે.