પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

અલ જાહિઝ કીમીયાગીરીના પણ વિરોધી હતા. તેઓ માનતા કે કીમીયાગીરી સૈદ્ધાંતિક રીતે અશક્ય નથી પરંતુ હજારો વર્ષોના સમયગાળામાં ઘણા વિદ્વાનોએ કોઈ પ્રાયોગિક પરીણામ મેળવ્યું હોય એવું બન્યું નથી.

અલ જાહિઝનો વાર્તાસંગ્રહ ‘કિતાબુલ બુખલા' પણ પ્રસિદ્ધ થયો હતો.

અલ જાહિઝના પુસ્તકોએ પશ્ચિમના વિદ્વાનો અને વાચકોને સમાન રીતે પ્રભાવિત કર્યા હતા.