પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૭૭
 



અબૂ ઇસ્લાક ઈબ્રાહીમ બિન જુન્દબ (ખગોળશાસ્ત્ર)

ઇબ્રાહીમ બિન જુન્દબનો જન્મ ઈ.સ.૭૭૬ માં થયો હોવાનું મનાય છે. બગદાદમાં રહીને પ્રારંભિક શિક્ષણ લીધું .ખલીફા જાફર મન્સુરનો એ યુગ હતો જ્યાં બગદાદ સંસ્કૃતિ અને શિક્ષણમાં પોતાનો ડંકો વગાડી રહ્યો હતો. શિક્ષણ પૂરું કર્યા પછી ઇબ્રાહીમ બિન જુન્દબ ખગોળશાસ્ત્રમાં રસ હોવાના કારણે એમાં નિપુણતા મેળવવા લાગ્યો. ખગોળશાસ્ત્રમાં ઘણા સંશોધનો કર્યા. જયોતિષ વિદ્યાનું પણ જ્ઞાન હતું. એણે અવકાશી પદાર્થોના સ્થાન અને અંતર માપવા માટે 'અસ્તૂરલાબ' નામક યંત્રની શોધ કરી, જેને જગતનું પ્રથમ દૂરબીન કહી શકાય.

ઇબ્રાહીમ બિન જુન્દબે આઠમી સદીમાં જ ટેલિસ્કોપની પ્રારંભિક આવૃત્તિ જેવું 'અસ્તૂરલાબ' બનાવી નાખ્યું હતું. ગેલિલીયોએ ૧૭મી સદીમાં આ જ અસ્તુરલાબને થોડા ફેરફાર અને સુધારા વધારા સાથે રજુ કર્યું અને ટેલિસ્કોપના શોધક તરીકેનું માન ખાટી ગયો.