પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

પ્રસિદ્ધ ફિલસૂફ અને તબીબ ઇબ્ને રુશ્દના (Averros)ના કહેવાથી લખેલ કિતાબ અલ તપસીર ફીલ મુદાવાત વલ તદબીર ! (The book of Practical treatments and practitionery measures).

એમના બીજા મહત્વના ગ્રંથો હતા. 'કિતાબ અલ જામી' (On Formulery). આહાર અને ખોરાક વિશે ‘કિતાબ અલ અગદીયા, કિડનીનાં રોગો વિશે 'મકાલા ફી ઈલલ અલ દુલા' (White leprosy) અને 'રિસાલા ફી ઈલ્તત્ય અલ બરસ વ અલ બહક’

એમના કેટલાક ગ્રંથોનું લેટીન અને હિબ્રુ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું હતું, જેની યુરોપમાં ૧૯મી સદીના અંત સુધી ઘણી માગ હતી.