પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૮૧
 

ફિલસૂફી અને તર્કશાસ્ત્રમાં પણ ઊંડો રસ હતો. તેથી તેમણે ધર્મ અને ફિલસૂફીનો સમન્વય કરી ઘણી રચનાઓ કરી. ફ્રેંચ ફિલસૂફ રેનાનનાં મત મુજબ ઈબ્ને રુશ્દે વિવિધ વિષયો ઉપર ૭૮ પુસ્તકો લખ્યા હતા.

એમની રચનાઓના અભ્યાસથી જણાય છે કે તેઓ એક ખૂબ ધાર્મિક માણસ હતા. ઉ.ત. તેમણે એક જગ્યાએ લખ્યું હતું કે "જે કોઈ શરીર રચના શાસ્ત્રને અભ્યાસ કરશે એને સર્વશક્તિમાન ઈશ્વર માટેની શ્રદ્ધામાં વધારો જ થશે." એમના તબીબી અને ફિલસૂફી અંગેના ગ્રંથોમાં કુર્આનનું તેમજ પંગમ્બર સાહેબની પરંપરાઓ (સુન્નતો) વિશેનું અગાધ જ્ઞાન ઊડીને આંખે વળગે છે, જેનો તેઓ કેટલીક બાબતોમાં પોતાના મતને દૃઢતાપૂર્વક રજૂ કરવા માટે ઉપયોગ કરતા હતા. ઈબ્ને રુશ્દે કહ્યું હતું કે માણસને સાચો આનંદ શારીરિક તથા માનસિક તંદુરસ્તી દ્વારા જ મળી શકે છે. લોકો માનસિક તંદુરસ્તી ત્યાં સુધી મેળવી નથી શકતા જ્યાં સુધી તેઓ મૃત્યુ પછીના જીવન અને આનંદ મેળવવા માટે જીવે અને એવા કાર્યો કરે તથા એક અને માત્ર એક જ ઈશ્વરમાં માને.

ઈબ્ને રુશ્દે ટીપ્પણી કરી છે કે ઇસ્લામનો હેતુ સાચું જ્ઞાન મેળવવાનું છે, કે જે ખરેખર તો ઈશ્વર અને એના સર્જનો વિશેનું જ્ઞાન છે. આ સત્યજ્ઞાનમાં એ વસ્તુઓને પણ સમાવેશ થાય છે કે જે સાંસારિક સંતોષ માટેનો માર્ગ મોકળો કરે અને પરલોકના દુઃખથી બચાવે, આવું પ્રાયોગિક જ્ઞાન બે શાખાઓને આવરી લે છે. (૧) ન્યાયશાસ્ત્ર - કે જે ભૌતિક અને સ્પર્શજન્ય બાબતોને આવરી લે છે. (ર) આધ્યાત્મિક વિજ્ઞાન કે જે દ્રવ્યો ઉ.ત. ધીરજ, અલ્લાહની કૃતજ્ઞતા અને નૈતિકતાને આવરી લે છે. તેમણે આધ્યાત્મિક કાયદાઓને તબીબીશાસ્ત્ર સાથે સરખાવી માણસ ઉપર એક તરફ શારીરિક અને બીજી બાજ નૈતિક તથા આધ્યાત્મિકતાની શી અસરો થાય છે એ ચકાસી જોયું. તેમણે જણાવ્યું કે આધ્યાત્મિક તંદુરસ્તીને કુર્આનમાં 'તકવા' (સજ્જનતા અને અલ્લાહનો ડર) અથવા 'સંયમ' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઈબ્ને રુશ્દે ફિલસુફી, તર્કશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, સંગીત અને ન્યાયશાસ્ત્રમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. ઇબ્ને રુશ્દે પુષ્કળ લખ્યું છે. સૌથી વધુ ફિલસૂફી, તબીબીશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર વિશે લખ્યું છે. તબીબીશાસ્ત્ર વિશે એમણે ૨૦ પુસ્તકો લખ્યાં છે. ફિલસુફીમાં એમની સૌથી મહત્વની રચના 'તુહાફુત અલ તુહાફુત' અલ ગઝાલીના કાર્યના જવાબરૂપે લખેલ છે. ઘણા મુસ્લિમ વિદ્વાનોએ આ પુસ્તક બાબતે ઈબ્ને રુશ્દની ટીકા કરી હતી જો કે આ પુસ્તકે યુરોપીય વિચારકો ઉપર જબરો