પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૮૩
 


ન્યાયશાસ્ત્રમાં એમણે 'બિદાયત અલ મુજતહિદ વ નિહાયત અલ મુક્તસિદ' ની રચના કરી. ઝફર ઝહાબીના મત મુજબ ધર્મ શાસ્ત્ર (ફિકહ)માં માલિકી વર્ગનું આ સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. ઇબ્ને રુશ્દનાં ગ્રંથોને લેટીન, અંગ્રેજી, જર્મન અને હિબ્રૂ જેવી અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. ફિલસૂફી વિશેના એમના વિવેચનો હિબ્રૂ અનુવાદોમાં અથવા હિબ્રૂમાંથી અનુવાદિત થયેલ લેટીન ભાષામાં સચવાયેલાં છે. પ્રાણીશાસ્ત્ર બાબતે એમનું વિવેચન સંપૂર્ણનાશ પામ્યું છે. ઈબ્ને રુશ્દે 'પ્લેટોના રિપબ્લીક વિશે, ગેલનના પ્રબંધં તાવ' વિશે, અલ ફારાબીના તર્કશાસ્ત્ર વિશે અને એવા બીજા ઘણા વિવેચનો પણ લખ્યા. હાલમાં એમના ૮૭ પુસ્તકો ઉપલબ્ધ છે.

ઈબ્ને રુશ્દને ૧રમી સદીના મહાન વિચારકો અને વૈજ્ઞાનિકોમાંથી એક ગણવામાં આવે છે. પ્રો. ફિલીપ હિત્તીના મત મુજબ ઇબ્ને રુશ્દે પશ્ચિમી તત્વચિંતન ઉપર ૧૨મી થી ૧૬મી સદી સુધી પ્રભાવ પાડ્યો હતો.

એરિસ્ટોટલ વિશેનાં એમના વિવેચનો ૧૪મી અને ૧૫મી સદીમાં પ્રમાણિત પાઠ્યપુસ્તકો તરીકે અભ્યાસ કરવામાં આવતો હતો. એમના પુસ્તકોનો પ્રભાવ પેરીસ અને બીજા વિશ્વવિદ્યાલયો ઉપર આધુનિક પ્રાયોગિક વિજ્ઞાનની શરુઆત સુધી પડ્યો હતો. ૧૮૩૧ સુધી મેક્સિકોના વિશ્વવિદ્યાલયમાં ઈબ્ને રુશ્દના પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવતો હતો.

ઈ.સ. ૧૧૯૮માં ઇબ્ને રુશ્દનું મોકોક્કોમાં અવસાન થતાં પ્રથમ એમને મરાકકેશ (મોરોક્કો)માં દફનાવવામાં આવ્યા. પછીથી એમના પાર્થિવ શરીરને કોર્ડોવાના કૌટુમ્બિક કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યું.