પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૮૫
 

'Lucidas' ગ્રંથના કર્તા કેમોન્સ (Camoens) એ નોધ્યું છે કે વાસ્કો-ડ-ગામાને પૂર્વ આફ્રિકાથી ભારત નો જળમાર્ગ બતાવનાર ઈબ્ને માજિદ હતા.

વિવિધ નૌકાઓ, વહાણો, સમુદ્રો, સમુદ્ર કિનારાઓ વગેરેનું વિસ્તૃત જ્ઞાન ધરાવતા અને નૌકાયાન શાસ્ત્રની થિયરી પ્રસ્થાપિત કરનાર ઈબ્ને માજિદ યોગ્ય રીતે જ "નૌકાશાસ્ત્રના પિતા" તરીકે ઓળખાયા.