પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧

૨૪૮૨ યુરાપની બધી ભાષાઓમાં સોનેટની જે રચના સિદ્ધ ગણાય છે તે ઈટાલિયન કવિ પેટ્રાકની છે; એમાં પરંપરાગત સિદ્ધ ધારણ મુજબના પ્રાસ સાથની અષ્ટક (Oeave) અને ષટ્ક ( Sestet ) એટલે આઠ અને છ એમ બે વિભાગ મળીને ચૌદ લીટીની રચના આવે છે. આથી ખાસ રચનામાં ‘ વિચાર સમૃદ્ધિથી ભરેલા કે કલ્પના- લાલિત્યની શૈલખેલથી ઉભરાતા ભાવનું એક જ મેાજી શુદ્ધ ‘કિકિ’ની ગતિ યા ચેષ્ટા ધારણ કરે, અને એક જ છંદોબદ્ધ વન અને પ્રતિવહનમાં તે રૂપબદ્ધ રહે,' તે જ સોનેટ કહેવાય. અંગ્રેજી કાવ્ય- સાહિત્યમાં એની રચના પ્રત્યેક લીટીમાં બીજી શ્રુતિ પર પ્રયત્ન થા Iambic peutameter ‘ અખંડ પદ્ય ’ને એટલે સ્વરભાર આપતા એ શ્રુતિવાળા પાંચ સંધિ શખીને કરવામાં આવેલી છે. જે છંદ લૈંકવસ 'ના છે, તે જ છંદ આ સોનેટમાં પણ વપરાયેલા છે, એ ખાસ નોંધવા જેવું છે. અખંડ પદ્યમાં તેમજ આ સોનેટમાં લીટી પરથી ઉભરાઇને તેના પ્રવાહ પાછળની લીટીમાં પણ વહેતા હાવાથી એના બધા સંધિ, પ્રવાહી વસ્તુના નૈસર્ગિક નિયમ પ્રમાણે, એકસરખા એટલે આવૃત્ત જોઇએ. કાવ્યશાસ્ત્રની આ ઝીણુવટ આપણા ધણા કવિઓ ને વિવેચકા સમજતા નથી એ મેચનીય છે. પૃથ્વી છંદ, મંદાક્રાતા, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા વગેરે છંદો અનાવૃત્ત એટલે અણુસરખી શ્રુતિરચનાના છે, તે કદી પ્રવાહી રચના માટે ચાલી શકે નહીં. આપણા કવિએ આ વાત જેમ જલદી સમજે તેમ તે તેમના લાભમાં જ છે. આપણા મહા પદશાઓ સદ્ગત કેશવલાલ ધ્રુવે પણ આ વાત સ્પષ્ટતાથી પદ્યરચનાની ઐતિહાસિક અલાચના 'માં ૪૬ મે પાને કરેલી છે. માટે જ આપણે ત્યાં આજ સુધી ઉપર જણાવેલા ખધા

અનાવૃત્ત—અણુસરખીન થિયાર વોટ્સ – ટનના 3

  • ‘ અન્સાઇક્લે પાડિયા બ્રિટાનિકા માન

. સેનેટ પરના લેખમાંથી,