પૃષ્ઠ:Nandnika By Khabaadar.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫

પ સ્વાર્થી શિક્ષશુરી જે અરાજકતા વાંચી પ્રવર્તતી આવી છે, તે હવે ધીરે ધીરે કમી થતી જાય છે, અને આત્મપ્રકાશ થતાં સૌ કવિ તેમજ વિવેચક્રા જે સનાતન સત્ય છે, તે તરફ જ વળશે, સમય કોઈની રાખરખાવટ રાખતા નથી. એક ખીજી વાત. ધ્વનિતનુ’ સાચું ગુજરાતી સ્વરૂપ મેં મારાં વ્યાખ્યાન માં બતાવ્યા પછી ગુજરાતના કેટલાક આગળ પડતા તેમ જ નવીન ઊગતા કવિઓએ એ રચનામાં સેનેટ લખવા માંડ્યાં છે, તે માટે ભાગે ઠીક છે, છતાં તેમાં શબ્દોના પ્રયત્ના કેટલેક ઠેકાણે બરાબર જળવાયેલા નથી. વળી એક વિએ આ રચનાને ધ્વનિત”નું અપાયેલું ને પ્રચારમાં આવેલું નામ છોડી દઇને તેને બીજાં નામ આપવાનું સાહસ કીધું છે, તે યુક્ત નથી. વળી સેનેટને માટે યુરેપમાં પ્રાસની જે ખાસ વિધિ ચારસે વર્ષે પ્રમાણુ થઈ ચૂકી છે, તે પણ ફેરવવાનું સાહસ તેણે કીધું છે, એટલે વળી પાછી પેલી અરાજકતા લાવવાને ગુણ તો ગુજરાતી કવિએ છેડતા જ નથી ! કળાનાં સિદ્ધ રૂપામાં હાથ ઘાલી તેને નવીનતાના મેહમાં વિકૃત કરવા જવું તે તે કળાને જ ધા કરવા ભરાબર છે. છંદોનાં નવાં રૂપા બનાવવાને માટે કવિતે હેાળુ' ક્ષેત્ર મળેલું છે, પણ જે આખા રૂપતે જે નામાભિધાનથી ઓળખવામાં આવે તે રૂપનાં અંગાને કાઈથી ફેરવી શકાય નહીં. તેમ કરતાં તે રૂપ જુદું જ બને. આપણા કવિ કળાની આ ઝીણવટ સમજે તે અરાજકતા પ્રવ્રુતે જ નહીં. આ સૉનેટના સિદ્ધરૂપ ધ્વનિતમાં સૌ કાઈ પોતાની પ્રતિભા ચમકાવી નામના મેળવી શકું છે. અતુ ! અરદેશર ફરામજી ખબરદાર