પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૧૯
 

નિયામક ઠરે છે – પણ તે બુદ્ધિ તો કેવલ કાચી હોય છે. ત્યારે આવા વિચારનું નિયામક કોણ ? વૃદ્ધ પુરુષનાં વચન-સ્મૃતિ વગેરેમાં મનુ જેવાએ બતાવેલા વય ને જાતિ પ્રમાણેના ધર્મ-શ્રુતિમાં જણાવેલા સર્વને યથાશક્તિ અનુકૂલ સનાતન સિદ્ધાન્ત. આ રીતે વિચાર કરતાં વયોવૃદ્ધ પુરુષોના આચાર સાથે જે તેમના ઉપદેશની ને તે ઉપદેશને માનવાની કેટલી અગત્ય છે એ જણાશે.

આ ઉપરથી વળી એમ ન સમજવું કે બાલકના ને વૃદ્ધના ધર્મ કેવલ ભિન્ન હોવાથી એકનો આચાર બીજાને અનુકરણ કરવા લાયક નથી જ રહેતો માટે ઉપદેશમાત્ર એ જ વગર વિચારે પકડીને અમલમાં લાવ્યાં જવો. સત્ય, સરલતા, પ્રીતિ, બોલેલું પાળવું, ઇત્યાદિક ગુણ તો આબાલવૃદ્ધ સર્વને સામાન્ય છે. જોવાની આંખ તો બાલકનેએ છે ને વૃદ્ધને પણ છે. માટે તે વિષયમાં તો ઉભયનાં આચરણ એકાકાર જ રહે છે, અને એટલા માટે વૃદ્ધ પુરુષો તરફથી શુદ્ધ આચારની મુખ્ય અપેક્ષા છે. તેમજ જ્ઞાન, તપ, ઇન્દ્રિયદમન આદિક કર્મને વિષે વૃદ્ધ ને બાલ વચ્ચે ભેદ રહે છે જ તો તેવા પ્રસંગોમાં ઉપદેશ માત્રની જ સત્તા પ્રબલ રહે છે. આમ આચાર અને ઉપદેશ એ મુખ્ય અને ગૌણ પક્ષ છે. અથવા રૂપાંતરે અંગ અને અંગી છે.

આ વિચારો લક્ષમાં રાખી સનાતન ધર્મનીતિનો આચાર સર્વ સ્ત્રીપુરુષ ગૃહણ કરે, અને તદનુસાર ઉપદેશ આપે તો આપણી ઊછરતી બાલાઓ આગળના ભાગમાં વર્ણવેલી પ્રેમરૂપ–સુખરૂપ–ધર્મરૂપ–સ્વર્ગરૂપ–આનંદરૂપ પત્નીઓ, માતાઓ, દેવીઓ થાય એ સિદ્ધ વાત છે,

વ્યવહારજ્ઞાનનો વિષય સમાપ્ત કરતાં નીતિના માર્ગની ઉત્તમ પદ્ધતિ મુખ્યપક્ષે સદાચાર અને ગૌણભાવે સઉપદેશ એમ નિશ્ચય કરી બતાવી. આ વિચાર એક અંશ આગળ લઈ જવાથી આપણે સહજ રીતે ત્રીજો વિષય જે ધર્મજ્ઞાન તે ઉપર આવી શકીશું.

ધર્મજ્ઞાન : ધર્મ એ શબ્દના નાના પ્રકારના અર્થ કરવામાં આવે છે. ધર્મ એટલે પોતાની ઇતિકર્તવ્યતા અથવા ફરજ એમ કોઈ કહે છે, કોઈ ઈશ્વરનું ભજન એમ બતાવે છે, કોઈ શાસ્ત્ર સ્મૃતિ શ્રુતિનાં વચન પ્રમાણે વર્તવું એમ ઉપદેશ કરે છે, તો કોઈ નીતિમાર્ગે રહી સદાચાર પાળવો એમ ઠરાવે છે, કોઈ આથી પણ વિશેષ ઊંડા ઊતરીને ધર્મ એટલે ઈશ્વરને સમજવાનો પ્રયાસ અથવા માણસના અંતઃકરણમાંની સ્વાભાવિક ઈશ્વર તરફ વળતી વૃત્તિને સબલ કરી