પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

કેવલ ધર્મ–મોલ–પ્રતિ પ્રેમ ઉપકારક છે એટલું જ નહિ. પ્રેમના સંસ્કાર પામેલા મનવાળાં પુરુષો કે સ્ત્રીઓએ–આ જગતમાં લીન થયેલાં માણસોએ- ઈશ્વરભક્તિનાં, મિત્રભક્તિનાં, જીવિતદાન પર્યंત પણ મોટાં શુભ કૃત્યો કરેલાં છે. તેવાं મહાનુભાવ મનુષ્યોના વિચાર અદ્યાપિ પણ આખા જગતના વ્યાપારમાં ગુંથાઈ ગયેલા છે. એ પ્રેમભક્તિનો આનંદ અને તે આનંદજન્ય ઉત્સાહપૂર્વક શુભકર્મ તે એવું ઉપકારી, સર્વગ્રાહી અને પ્રતાપી હોય છે, કે તે સર્વદા ટકી રહે છે અને પાછળથી થનારા લોકોને સારા દાખલારૂપ થઈ પડે છે. આ ભક્તિની અનન્યપર એકતામાં જ સ્ત્રીઓએ અને પુરુષોએ પોતાના જીવ ખોયા છે, પોતાનાં સુખ તજ્યાં છે, પોતાને શિર દુઃખના ભાર ઉઠાવ્યા છે. એ જ પ્રેમ–અનન્ય પ્રેમ–થી સતીઓ ચિતા પર બળી મરી છે. પ્રતાપી યોદ્ધાઓ પણ સ્તબ્ધ બની મરમ પામ્યા છે. પ્રેમાનંદ એ જ ધર્મ, એ જ સુખ, એ જ મોક્ષ એમ સર્વ વ્યવહારનો ને સર્વ પરમાર્થનો ઉપદેશ છે, ને જ્યાં સુધી તે લક્ષમાં રાખી લગ્નની પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી અનાચાર, અનીતિ, ક્લેશ, દુઃખ, અધર્મનો નાશ થનાર નથી એ સ્પષ્ટ જ છે.

વય, જ્ઞાન, અને ઇચ્છા વિષે નિશ્ચય કરી જોડાયેલાં સ્ત્રીપુરુષોનાં જોડાં સુખી અને આનંદમાં રહેનાર નીવડવાનાં એ આપણે સમજી શક્યા. તેમજ એ પણ સિદ્ધ વાત થઈ કે જેમ વયની અને પ્રેમની અનુકૂલતા તેમ સંતતિની સબલતા, બુદ્ધિશાલિતા, પણ ચાલ્યાં જ આવવાનાં. જનસ્વભાવના સામાન્ય નિયમો લક્ષમાં લેતાં લગ્નનો જે અર્થ થઈ શકે તે કર્યો અને લગ્નવિધિને આ લોક તથા પરલોકના સુખનું સાધન ઠરાવી સંસારનાં સર્વ કર્તવ્યમાં મુખ્ય પદવીએ સ્થાપ્યો. જે કારણ માટે લગ્નવિધિ સ્ત્રી તથા પુરુષ ઉભયને જરૂરનો ગણવામાં આવ્યો તે જ કારણોનો વિચાર કરતાં જેના મનને સંતોષ કે સુખ પ્રાપ્ત થયું નથી એવાં સ્ત્રીપુરુષને ફરીથી લગ્ન કરીને અથવા બીજી રીતે વ્યવહાર કરીને પણ તે સુખ કે તે સંતોષ પ્રાપ્ત કરવો ઉચિત છે ? અર્થાત્ પુનર્લગ્નનો અવકાશ આવે છે કે નહિ ?

મનુષ્યજાતિમાં જે ગુણોથી મનુષ્યત્વ પ્રાપ્ત થઈ પશુ આદિથી કહેલું છે, તેથી તેના પતિના અભાવે પણ તેની પાસે પોષણનાં સાધન તો હશે જ. વળી સ્ત્રીઓને જે પ્રકારની શિક્ષા લેવાની બતાવી છે તે પ્રમાણે વિધવા થાય તો પણ તેને ઉપજીવિકાનાં સાધન પૂરતાં મલી આવે તેમ છે. પોતે પ્રાપ્ત કરેલી વિદ્યા બીજાને