પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુદર્શન ગદ્યગુચ્છ–૨
 

પોષણ કરે છે તે વિશેષ નબળી–વામ છે. એક પગલું આગળ જવાથી બાકીનો હેતુ યથાર્થ જણાશે. ઉત્પાદકશક્તિ કરતાં પોષકશક્તિ વધારે જરૂરની છે. ખેતરમાં દાણા વાવ્યા પણ તેને પોષણકર્તા ખાતર, પાણી, તાપ વગેરે ન હોય તો ઊગવાના નહિ; તેમ ખાતર પાણી સર્વ છતાં ઉત્પાદક બીજ ન મળે તો પણ કંઈ ઊગવાનું નહિ. આમ પોષક ને ઉત્પાદકનો અનંતાશ્રય સંબંધ છે, તથાપિ એટલું સ્પષ્ટ જણાયું હશે કે પોષકશક્તિ સ્થિર (passive) છે ને ઉત્પાદકશક્તિ ચંચલ (active) છે. આ પ્રમાણે પોષકશક્તિને ઉત્પાદકશક્તિએ ટકાવી રાખવી જોઈએ અને પોતાનાથી વધારે જરૂરની ગણવી જોઈએ. આપણા શાસ્ત્રમાં સ્ત્રીને ડાબું અંગ ગણવાથી આ સિદ્ધાંતના પ્રથમ અર્ધમાંની મતલબ સૂચવેલી છે; પોષકશક્તિને ઉત્પાદકશક્તિએ ટકાવી રાખવી જોઈએ. ને તે યથાર્થ છે, પણ તેમાંથી બાકીના અર્થનું તરત જ ભાન થતું નથી. હવે પાશ્ચાત્ય લોકનો અભિપ્રાય તપાસીએ. સ્ત્રી અને પુરુષના હક સમાન છે. આવું બોલવું એમ બતાવે છે કે એક વાર હક સમાન ન હતા તે હવે સમાન ગણવા. પણ પોષકશક્તિ ને ઉત્પાદકશક્તિનો જે સંબંધ હવણાં જ બતાવ્યો તે ઉપરથી જણાશે કે એ બેને સમાન તો ગણાય જ નહિ. કદાપિ પુરુષોએ અસલના વખતમાં સ્ત્રીઓને હલકી ગણી તેમને યોગ્ય રીતે પાળી હશે નહિ ને તેથી જ એમ કહેવું થયું હશે કે સ્ત્રીપુરુષના હક સમાન ગણવા જોઈએ પણ સ્ત્રીને અધમ ગણવી એ જેટલી ભૂલ છે તેટલી જ ભૂલ સ્ત્રીને સમાન હકવાળી ગણવી એ પણ છે, આ વાત હવણાં જ વધારે સ્પષ્ટ થશે.

સ્ત્રી અને પુરુષના યથાર્થ ધર્મ તપાસવા જોઈએ અને તેટલા સારુ બંનેના બંધારણની તપાસ કરવી જરૂરની છે. સ્ત્રી જેવી પોષકશક્તિને જરૂરનાં જે સાધનો છે તે સિવાય પુરુષ અને સ્ત્રીના શારીરિક બંધારણમાં તફાવત જાણવામાં આવ્યો નથી. કેટલાક એમ જણાવે છે કે સ્ત્રીના મગજમાંનો પદાર્થ પુરુષના મગજમાંના પદાર્થ કરતાં અર્ધા કે પા શેર ઓછો છે. જો આમ હોય તો એ પુરાવાથી અમારા સિદ્ધાંતને બહુ પુષ્ટિ મળે એમ છે, પણ એ પુરાવો શંકા ભરેલો છે એમ ધારી તેનો ઉપયોગ કરવો યોગ્ય લાગતો નથી, પોષકશક્તિને જરૂરનાં સાધનો સિવાય સ્ત્રી અને પુરુષ વચ્ચે બીજો શારીરિક તફાવત નથી એમ કહ્યું તેથી એમ ન જાણવું કે પોષકશક્તિને જરૂરનાં સાધનો એના શારીરિક બલમાં કાંઈ ફેરફાર કરી શકતાં હશે નહિ. અથવા તે શક્તિનું કાર્ય કરનાર