પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૩૧
 

આપવાના કામમાં લાગવું, બીજાં બાલકોને મોટાં કરવામાં મદદ કરવી એ ધંધા તેમને માટે પૂરતા છે, અને તેથી તથા બીજાં જે કાંઈ સૂક્ષ્મ કામ તેમનાથી બને તે કરવાથી તેમની ઉપજીવિકા નીભી રહેશે એ સ્પષ્ટ જ છે. આ સર્વ ઉપરાંત જે અનાથ અને માબાપ વિનાની વિધવાઓ હોય તેને અમુક પ્રકારનું પ્રેમવ્યાપારને અનુકૂલ યોગ્ય કામ સોંપી મંડલ સમસ્તે પોષણ આપવું એમ પણ અમોએ સૂચના કરેલી છે તે નિરાશ્રિત વિધવાના પોષણ માટે પૂરતું સાધન છે. આમ વિચાર કરી જોતાં કેવલ ઉપજીવિકા કે પોષણ માટે જ પુનર્લગ્ન કરવાની આવશ્યકતા બતાવનાર પુરુષો સ્ત્રીઓની પશુવૃત્તિને ઉત્તેજન આપી પોતાની પશુવૃત્તિને સંતોષ પમાડવાનો માર્ગ સાધતા હોય તેવું જણાય છે. કોઈ પણ સ્ત્રીને કેવલ પોષણ આપવા માટે પોતાની જાત વેચવા કહેશો તો તે કદી વેચશે નહિ; છતાં વિધવાઓને તેવો ઉપદેશ કરવો એ કેટલું પાપભરેલું છે તેનો આપણે વિચાર પણ કરતા નથી. હવે જો કેવલ વિષયવાંછનાથી જ બીજો પતિ કરવાની જરૂર છે એમ કહેવા માગીએ તોપણ વાજબી નથી. જે સ્ત્રી માત્ર વિષયવાંછનાથી જ ભરેલી છે તે કોઈની પણ પત્ની થવાને લાયક નથી એ વાત, સાબિતીનાં કારણો આપ્યા સિવાય પણ સિદ્ધ જ છે. અને એ વિચાર પણ સ્ત્રીઓની પશુવૃત્તિ માત્રને વિસ્તૃત કરી કુમાર્ગે લઈ જવાનું રૂપાન્તર છે એમ કહેવું જોઈએ. એક જ પ્રેમથી એક દિવસ પણ પતિ પાસે રહ્યા પછી બીજો પતિ કરવાની ઇચ્છા જો આવાં અનીતિભરેલાં ઉત્તેજન ન હોય તો ભાગ્યે જ થાય. યોગ્ય વય થયા સિવાય લગ્ન કરવું એ વાત લક્ષમાં લીધા પછી, તથા અન્યોન્યને અનુકૂલ જ્ઞાન પ્રેમાદિકથી જ બંધાવું એ વિચાર દઢ થયા પછી, પરણેલાં સ્ત્રીપુરુષને પ્રથમ તો તે જુદી પડે છે તેમાં “પ્રેમ” મુખ્ય છે. આ શબ્દના પરિપૂર્ણ અર્થ વિષે અને તેના વિસ્તારથી જ મોક્ષ પર્યત પણ તેના અર્થની અવધિ વિષે આપણે આગળ કહેલું છે. આ પ્રેમને જ આધીન સર્વ લગ્નનું તંત્ર હોવું જોઈએ. જેઓ પરિપૂર્ણ પ્રેમથી જોડાયેલાં છે, તેમને તો વિયોગ થયા પછી–મરણજન્ય પણ–ફરી પરણવાનો વિચાર પણ પાપ જેવો લાગે એ સ્વાભાવિક છે. ફરી લગ્ન કરવાનું કારણ શું ? ફરી લગ્ન કરવાનાં જે કારણો હાલ દર્શાવવામાં આવે છે તેમાં સ્ત્રીને માટે એક તો પોતાની જાતનું પોષણ કરનારની જરૂર, બીજાં બાળકો હોય તો તેની સંભાળ રાખનારની આવશ્યકતા; ત્રીજો અપરિતુષ્ટ વિષયલાલસા, ખાવું, પીવું, સંભાળ કરવી ઇત્યાદિક જે ધર્મ