પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪

નીકળે છે તે જ તેને પ્રાપ્ત થવાનું નહિ. એક સ્થિતિમાંનો વ્યવહાર અનુકૂલ ન પડ્યાથી બીજી સ્થિતિ શોધનાર માણસ સ્વાભાવિક રીતે બીજી સ્થિતિને પ્રથમની કરતાં ઊંચા પ્રકારની નીવડવાની આશા રાખે, પણ, જનસ્વભાવના વિચિત્ર નાટકમાં વારંવાર તેમ બની આવતું નથી. તેથી તથા જરા જરા વાંધો આવવાથી તે સ્ત્રીને પતિ બદલવાની જે ખરાબ ટેવ પડી તેથી, વળી બીજો પતિ પણ થોડે દિવસે જૂનો થતાં નકામો થઈ પડવાનો. જો પતિ જીવતાં પુનર્લગ્ન નહિ કરવાનું હોય તો પતિને દૂર કરવાની પણ ફરજ પડવાની અને એક નવું નાટક થઈ આવવાનું. આમ આવી રીતે ભ્રમિત થયેલી સ્ત્રીઓ ક્યાં સુખ પામશે ? ક્યાં અટકશે ? શું શું નહિ કરે ? એ કલ્પના કરી શકાતી નથી. માટે યોગ્ય માર્ગ તો લગ્ન એક જ અને અચલ સમજી, પતિ પસંદ કરતાં તપાસ રાખી, મલે તેથી વિર્વાહ કરી દેવયોગે પ્રાપ્ત થતા વૈધવ્ય સમયે શાસ્ત્રોક્ત વિધવાધર્મ પાલી એક પ્રેમપોષક પુણ્યદાનમાં નિરત રહેવું એમાં જ રહેલો છે. આપણાં શાસ્ત્રોમાં વિધવાને માટે જે ધર્મ કહેલા છે તે સર્વથા વિષયવાંછના દૂર કરી મનને પ્રેમવૃત્તિમાં દઢ કરવા માટે જ. એ સર્વનું ગ્રહણ કરી પ્રેમવૃત્તિમાં દઢ રહી આખરે કલ્યાણે પહોંચવું એ જેમ સર્વ મનુષ્યનો તેમ અમારી આર્યવિધવાઓનો પણ સનાતન ધર્મ સદા હો એ અમારી શુભ વાંછના છે.

લગ્ન એક જ અને અખંડ હોવું જોઈએ, નહિ તો એટલી અનવસ્થા થઈ આવે કે લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ નિષ્ફલ થાય. પ્રેમથી યંત્રિત દંપતી અવિચલ થઈ, એક જ વાર પરણે તેમાં જ મોક્ષ પર્યંતના સુખનો પણ સમાવેશ થાય છે એ આપણે વારંવાર કહેલું છે. આ પ્રમાણે થયેલાં લગ્નથી અનીતિનો વધારો થતો નથી. પુનર્લગ્નની બારી જે વખતે ખુલ્લી મૂકવામાં આવે છે તે વખતે તે રસ્તેથી કેટલા અને કેવા દુર્ગુણો અંદર દાખલ થઈ જાય છે તે કહી શકાતું નથી. કેવલ પશુવૃત્તિને જ ઉત્તેજન આપવામાં માણસાઈ હોય તો પુનરુદ્વાહ અયોગ્ય નથી એમ કહેવાય; નહિ તો તે વૃત્તિના વિસ્તારથી જે પરિણામ અન્ય સ્થલે સંભવે તે આ વિષયમાં પણ બની આવ્યા વિના રહેતાં નથી. "જે હેતુથી લગ્નની જરૂર બતાવવામાં આવી તે પાર પાડવા માટે જરૂરનું છે કે તે એક અને અચલ હોવું જોઈએ. આ બન્ને શરત એટલી બધી જરૂરની છે કે તે, સ્ત્રીપુરુષનો સંબંધ જ્યાં અયોગ્ય રીતિનો હોય ત્યાં પણ માલમ પડી આવે છે. પ્રેમમાર્ગમાં અચલ ન રહેવાથી તથા પ્રેમને પોતાની સગવડનું સાધારણ