પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારીપ્રતિષ્ઠા

ઇન્દ્રિયોના વ્યાપારને લીધે સ્ત્રીના વ્યવહારમાં હરકત આવતી હશે નહિ. સ્ત્રીના અને પુરુષના હક સમાન ગણનાર એમ કહેવા માગે છે કે પુરુષો નોકરી કરતા હોય તો સ્ત્રીઓએ કરવી. પુરુષો વેપારની પેઢી ચલાવતા હોય તો સ્ત્રીઓએ ચલાવવી, પુરુષો જે જાતની છૂટ લેતા હોય તે સ્ત્રીઓએ લેવી. સ્તન અને ગર્ભાશય એ સ્ત્રીઓના પોષકતંત્રની મુખ્ય ઇન્દ્રિયો છે. ગર્ભાશય જ્યારે ભરાય છે, જ્યારે સ્ત્રી ગર્ભિણી હોય છે, ત્યારે સ્ત્રીને ઘરમાં રહેવું પડે છે ને લગભગ ૬ મહિના સુધી બહારના કામકાજમાં ફરાતું નથી એ જાણીતી વાત છે. પ્રસવ થયા પછી છોકરાની સંભાળ લેવામાંથી તેને અન્ય કાર્ય કરવાનો અવકાશ મળતો નથી. કદાપિ પુરુષો કહેશે કે અમુક સ્ત્રી કરતાં થોડા કામવાળો પુરુષ તેના બાળકની સંભાળ લે તો શી હરકત છે ? એ વાત ખરી પણ બાલકને પોષણ આપવાનું સાધન સ્તન તે તેની માતા પાસે રહ્યું તથા બાલકને પોતાની માને મૂકી બીજા પાસે રહેવાનો સ્વાભાવિક અણગમો હોય છે તેથી પણ એમ બનવું અશક્ય છે. હવે આ જાતની હરકત સ્ત્રીઓને સરાસરી ગણતાં અઢી ત્રણ વર્ષમાં એક વાર આવે છે. તે ઉપરાંત વળી પ્રતિમાસે જે રજસ્રાવ થયાં જાય છે તેથી પણ ૪–૫ દિવસ (ધર્મની અડચણ બાજુ પર રાખતાં) શારીરિક દુઃખ પેદા થાય છે. ને કામકાજમાંથી વેગળે રહેવું પડે છે. સ્ત્રીઓના શારીરિક ફેરફારથી થઈ આવતાં આ બધાં વિપ્ન ધ્યાનમાં લેતાં એમ જણાયા વિના રહેશે નહિ કે જગતકર્તાએ સ્ત્રીજાતિને કોઈ પણ જાતના સખત કામ સારુ બનાવેલી જ નથી. અર્થાત્ તેનાથી નોકરી, વેપાર વગેરે કામો જેમાં એક દિવસની ગેરહાજરીથી હજારો જાતની ઊથલપાથલ થઈ જાય તે થઈ શકે જ નહિ તેને વાતે તેને ઈશ્વરે બનાવેલી જ નથી. આપણને આથી પણ આગળ વિચારતાં એ વાત વધારે સ્પષ્ટ થશે. માણસના મનની શરીર ઉપર અને શરીરની મન ઉપર ઘણી મોટી સત્તા છે એ વાત જાણીતી છે. જો શરીર સારું તો મન સારું અને મન સારું તો શરીર સારું, કેવલ માનસિક–કલ્પિત વ્યાધિથી વિનાશ થયાના દાખલા જેમ થોડા નથી, તેમ રોગી શરીરને લીધે રોગી મનવાળાના દાખલા પણ ઓછા નથી. આ વાતમાં પુરુષ કરતાં સ્ત્રી વધારે જોખમદાર છે. તેના ગર્ભમાં જે બાલક પોષાય છે તેનું રૂપ તેની શક્તિ–માનસિક–પોતાની માના મનોબલ ઉપર આધાર રાખે છે. 'મનમાં હર્ષ કે શોકનો એકાએક ધક્કો લાગવાથી અધુરાઈ ગયાની વાત સર્વના જાણ્યામાં હશે જ. એક સ્ત્રી ત્રીજે મહીને