પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુદર્શન ગદ્યગુચ્છ–૨
 

રીંછના બચ્ચાને જોતાં ઘણી જ ગભરાઈ ગઈ અને બીની. તેના પહેલાંનાં ૧૧ છોકરાં ચપલ અને બુદ્ધિશાળી છતાં પણ આ તેનો બારમો છોકરો કેવળ મૂર્ખ જન્મ્યો. તે ચૌદ વર્ષની ઉમર સુધી જીવ્યો ત્યાં લગી રીંછના જેવા ચાળા કરતો.' વળી 'જે સ્ત્રીને પોતાના પતિ ઉપર ઉદાર પ્રેમ હોય અને તે પરદેશમાં દુઃખના ઝપાટા વેઠતો પડ્યો હોય તો, પેલી પ્રેમી પત્નીનું ચિત્ત એની પાછળ ભમ્યાં કરે છે; એના જ રૂપનું ધ્યાન ધર્યાં જાય છે. આવા પ્રસંગમાં જન્મેલું છોકરું બાપને મળતું આવે છે..... જો સ્ત્રી પોતાની જાતને બહુ ખૂબસૂરત કે હોશિયાર માની પોતાના વિચારમાં મગરૂર હોય તો છોકરું તેના પોતાના જેવું થશે. જો સ્ત્રી પોતાના બાપ, ભાઈ, વૈદ, પડોશી, કોઈનું રૂપ વખાણતી હશે અથવા કોઈ કારણથી પણ તેને મનમાં લાવ્યાં કરતી હશે તો તેના જેવું રૂપવાળું પોતાનું છોકરું નીવડશે.' આ રીતે જેનું મન બાલકના રૂપ અને ગુણ ઉપર અસર કરી શકે છે તેને આનંદી, પ્રફુલ્લ અને શાન્ત મન રાખવાની કેટલી જરૂર છે ! સાધારણ વ્યવહારકાર્યમાં પડવાથી મનને જે ખેદ, કોઈ વાર ખેદજન્ય મૃત્યુ, કોઈ વાર હર્ષ, કોઈ વાર આડા અવળા કાળા ધોળા વિચાર થાય છે તેમાંથી દૂર રહેવું સ્ત્રીઓને જેટલું જરૂરનું છે તેટલું બીજા કોઈને નથી. આ ઉપરથી પણ જણાશે કે સ્ત્રી જાતિને ઈશ્વરે કોઈ જાતના પુરુષવ્યાપાર કરવાને સર્જી નથી.

વળી આ વિચાર કરવો પણ જરૂરનો છે. પ્રત્યેક વસ્તુને તેના કર્તાએ એક જ કાર્ય માટે બનાવેલી છે. વૃક્ષને વૃક્ષનું જ કાર્ય છે. પશુનું કાર્ય ઘટતું નથી. પોષકયંત્રને જરૂરનાં સાધનયુક્ત સ્ત્રી અને તે વિનાનો ઉત્પાદક પુરુષ એવાં બે જુદાં સર્જવાની મતલબ બન્ને પાસે એક જ કાર્ય કરાવવાની સંભવતી નથી. એમ હોત તો એમ પણ કહી શકાય કે પુરુષને પોષકયંત્ર અને સ્ત્રીને ઉત્પાદકયંત્ર પણ ઈશ્વરે આપ્યું જ હોત. આ સાધારણ વિચારથી પણ સ્પષ્ટ જણાય છે કે સ્ત્રી અને પુરુષને ઈશ્વરે "સમાન હકવાળાં" સર્જ્યાં નથી.

આમ જ્યારે સ્ત્રીના હક પુરુષના હકની સમાન નથી, અને સ્ત્રી પુરુષથી અધમ પણ નથી ત્યારે પુરુષ પ્રતિ સ્ત્રીનો શો સંબંધ હશે એ જાણવું જોઈએ. એની તપાસ કરતાં પહેલાં મનુષ્યમાત્રમાં મોટામાં મોટું કર્તવ્ય શું છે તથા તે શી રીતે સંપાદન થાય છે તેની તપાસ કરવી ઘટે છે. મનુષ્યને સર્વ કરતાં બુદ્ધિ અને ચૈતન્ય અધિક છે. તેનો સદુપયોગ કરવો એ જ તેનું કર્તવ્ય છે. સર્વ ભૌતિક સાધનો તેના સુખને અર્થે જ સર્જાયેલાં છે. આ ચિત્રવિચિત્ર વિશ્વમાં