પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯, આનન્દરંગ





એક છે અનસ્ત રંગ આત્મનો, આનન્દરંગ;
એક છે સોહાગ એ પરમાત્મનો, આનન્દરંગ.

એક છે પ્રકાશપ્રભા ચન્દ્રની, આનન્દરંગ;
એક છે ત્રિલોકધારા સૂર્યની, આનન્દરંગ.

એક છે અખંડ બોલ વાયુનો, આનન્દરંગ;
એક છે બ્રહ્માડવર્ણ આભનો, આનન્દરંગ.

એક છે વસન્તબોલ વિશ્વનો, આનન્દરંગ;
એક છે જગમન્ત્ર શ્રીજગદીશનો, આનન્દરંગ.

એક છે સમસ્ત સૃષ્ટિની સુધા, આનન્દરંગ;
એક છે આયુષ્ય કેરી ચન્દ્રિકા, આનન્દરંગ.

એક છે સોહાગ એ પરમાત્મનો, આનન્દરંગ;
એક છે અનસ્ત રંગ આત્મનો, આનન્દરંગ.