લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૬

કિરણો કિરણોને ક્‌હેણ કંઈક ક્‌હાવે,
ને દેવના સન્દેશા ઝરે રે લોલ.

૫, આવી આવી વસન્તની પૂર્ણિમા પ્રભાળી,
વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ,
સૂર્યે નવસજનની અાંખડી ઉઘાડી,
વિરાટભાલે ટીલડી પડી રે લોલ.

૬, આવી આવી વસન્તની પૂર્ણિમા પ્રભાળી,
વસન્ત રાણી રમણે ચ્હડી રે લોલ