પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭


૧૩, કળાયેલ મોરલો





જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે ! ત્હારાં મનગમતાં મૂલ,
રાજમ્હેલને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે! આપું દિલમાનાં ફૂલ.

શ્રી કદમ્બની ઘટાઓ મનોહરી,
મોરલા રે ! ત્હારી ઉંચી એ ડાળ;
ઉરની ઘટાએ યે ગહનઘેરામણી,
મોરલા રે! આવ્યે ઉરનારને પાળ.

જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે ! ત્હારા મનગમતા મૂલ.