પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૮


૧૪, લજામણીનો છોડ





નમણી લજામણીનો છોડ,
એ છોડ બ્હેન! કોણ વાવ્યો રે ?
સૌન્દર્યદેશમાં અજોડ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?

મેહુલો મહાનુભાવ, ઉર રમન્ત વીજળી;
એવાં કીકીનાં કામણના કોડ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?

પૂર્ણિમાનો પીયુષવાહી ચમકે છે ચન્દ્રમા,
એવા મલકે સોહાગી દેવમ્હોડ:
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?

રંગરંગ રેલતી ઉષાની રંગચુન્દડી;
એવાં ઉગતાં આયુષ્યનાં પ્હરોડઃ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?

મોરલાની કલગીની ડોલે કિરણાવલિ;
એવા મુગ્ધાના મનના મરોડઃ
એ છોડ બ્હેન ! કોણે વાવ્યો રે ?

નમણી લજામણીનો છોડ-