પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૨

ફૂલ ઉગ્યું એક દિલને સરોવર,
ફોરતું અજબ પરાગ,
પર્વતશિખરે ઉડતો મધુપ એ:
ક્ય્હાંથી જાગ્યા અનુરાગ?
સાજન ! કય્હાં છે સૌન્દર્યના દેશ?
કય્હાં છે સૌન્દર્યના દેશ ?

હો સાજન ! કય્હાં છે સૌન્દર્યના દેશ?


વીજળી ઉડે, કોઈ મેઘ ઝીલે, ને
ફફડાવે રસભીની પાંખ;
પ્રીતમપ્રિયના પ્રારબ્ધ ઘડે જ્ય્હાં
ચાંદાસૂરજની સાખ
સજની ! ત્ય્હાં છે સૌન્દર્યના દેશ
ત્ય્હાં છે સૌન્દર્યના દેશ,
હો સજની ! ત્ય્હાં છે સૌન્દર્યના દેશ