પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩


૧૭, આયુષ્યનો ભયો ભોર




ત્હારે નેણલે ઠમકે મોર,
ત્હારી કીકીમાં ચમકે ચકોર
ત્હારે નેણલે ઠમકે મોર

જગને ઝુંડ ઝૂક્યો'તો આષાઢી ગોરંભો ઘનઘોર,
અન્ધારવીધતાં તેજકિરણ શો ત્યહા
ગાજ્યો ત્હારો મદશોર
ત્હારે નેણલે ઠમકે માર

કુકુમવર્ણા બાણ ઉષાના ઉડે એવો ત્હારો તોર;
શરદભરી ફૂલવાડી ફોરે એવો;
ફોર્યો પ્રભાતનો પ્હોર;
ત્હારે નેણલે ઠમકે મોર.


બ્રહ્માંડભરતીની રેલતી રેલતી આવી બ્રહ્મઝકોર,
છોળ છલી છલકાઈ ગગનઉર,
આયુષ્યનો ભયો ભોર
ત્હારે નેણલે ટમકે મોર

ત્હારી કીકીમાં ચમકેચકોર.
ત્હારે નેણલે ઠમકે મોર