લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૪


૧૮, વસન્તમાં


વિશ્વ મહીં એહ ના સમાયા,
કે વાયુ કાંઇ વાયા વસન્તમાં,
વાડીએ વેલડ ઝૂલે,
ને ફૂલડાં ફૂલ વસન્તમાં.
ભરતીને ન્હોતા આરા,
ને ફૂટતા ફૂવારા વસન્તમાં,
દરિયાવના મેાજ ઝાઝા,
મા મૂકશેા માઝા વસન્તમાં.

વન માંહિ એહ ના સમાયા,
કે વાયુ કાંઈ વાયા વસન્તમાં;
આંબલે મંજરી મ્હોરી,
ન જાય સંકોરી વસન્તમાં.
લહરે લહરે એ લ્હેકે,
કંઈ મધુરી મ્હેકે વસન્તમાં;
મૂલવનારા મોંધા,
ને ભમરા સોંઘા વસન્તમાં.