પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૬


૧૯, ભૂલી આવી




હા રે સખિ ! એવા શા કામણ એ જનમા?
ભૂલી આવી હુ તો કાંઈક પ્રેમવનમાં

હા રે સખિ ! ફૂલે ફૂલે મધૂપ માણતા,
ભૂલી આવી હુ તો કાંઈક ત્ય્હા ફુલનમાં

હાં રે સખિ ! જોબનનાં ઝૂલતા'તા ઝૂમખા,
ભૂલી આવી હું તો કાંઈક એ જોબનમાં

હા રે સખિ ! ઉડતી સમાય વીજ મેહુલે,
ભૂલી આવી હુ તો કાંઈક ત્ય્હાં ગગનમાં

હા રે સખિ ! સૌજન્ય ઝરતુ'તુ હાસ્યને,
ભૂલી આવી હુ તો કાંઈક એ હસનમા