પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૫૬


૨૬, ઢેલબાનો કન્થ




 મીઠો મોરલો રે ! મ્હારી ઢેલબાનો કન્થ

ઈન્દ્રવેલ અંગે ઓઢી, પીંછડામાં ચન્દ્ર,
કંઠ ઢળ્યા આભ, એને કલગીનો આનન્દ,
પાય નાચે નૃત્ય, એવા છબીલાના છન્દ


મીઠો મોરલો રે ! મ્હારી ઢેલબાનો કન્થ