પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩


૩ર, ચંપેરી જોગિયો





ઘેરો ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો;
જોશે મુજ મનમાધુ ચંપેરી જોગિયો.

ભાગ્યા સંસાર જાગે,
જીવ્યું કાંઈ મીઠું લાગે;
રંગજો વસન્તફાગે ચંપેરી જોગિયો;
ઘેરો ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો.

મ્હેં તો ખોયો છે મ્હારો રસરંગી મોરલો;
શોધ્યો જડે તો આપો દેવરંગી મોરલો.

ગેબી ઘૂંટજો હો સાધુ ! ચંપેરી જોગિયો.