પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ૪૦, દિલડોલાવણહાર છો




દીવડા રે ! દિલડોલાવણહાર છો;
નયણાંના તેજ અંબાર છો,
દીવડા રે! દિલડોલાવણહાર છો.

દેવોની દ્‌હેરીએ દીપમાળા કેવડી ?
માલતીને માંડવે કળી જેવજેવડી,
જીવનની જ્યોત અંગઅંગે એવએવડી;

દીવડા રે ! દિલડોલાવણહાર છો;
હૈયાના તેજ અંબાર છો;
દીવડા રે ! દિલડોલાવણહાર છો.