લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૭૬


૪૧, ઢેલબા





કે ઢેલબા રમવાને આવ્યાં,
શા શા સન્દેશડા લાવ્યાં?
કે ઢેલબા રમવાને આવ્યા.

નમતેલા નીલ કંઠે, ગમતે ટહૂકલે,
ઠમકાતે પગલે સુહાવ્યાં,
કે ઢલબા રમવાને આવ્યાં.

મેંદીની વાડીએ ને ફૂલડાની ઝાડીએ
તેજના સાથિયા પૂરાવ્યા;
કે ઢલબા રમવાને આવ્યાં.

મેહુલે મીઠપની વરસી વિભૂતિઓ
સોહાગ સૃષ્ટિને સજાજવ્યા;
કે ઢલબા રમવાને આવ્યાં.