પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭


૫૧, નવગીતા ગાજે




ગુર્જરી ! નવગીતા ગાજે,
કાળનાં નવસૂક્તો પાજે.
ગુર્જરી ! નવગીતા ગાજે.

લીલમલીલા, ઘોરગંભીરાં, પ્રાચીનના પરમાણાં,
ઇતિહાસોના દેવધ્વનિભર વનવન જો ! પથરાણાઃ
મહીંથી નવઝરણાં ઝરમરજે:
ગુર્જરી ! નવગીતા ગાજે.

વિશ્વપુરાણો, મેઘછાય શો, પશ્ચિમપાંખની પાળે
ગગનઘટાની ભૂલભૂલામણી સમ જો ! સાગર ઉછળે:
મહીંથી નવરત્નો સારવજે.
ગુર્જરી ! નવગીતા ગાજે.

મોતીઝરન્તા કુંભસ્થળ શા ગરવા ગિરિવર ત્હારા;
યુગયુગજૂની આરસકવિતા રેવતઅર્બુદ ગાતાઃ
મહીંથી નવકવિતા વીંઝવજે.
ગુર્જરી ! નવગીતા ગાજે,

શ્રીકૃષ્ણે બાંધી યુગપાજે
ગુર્જરી ! નવગીતા ગાજે,